આંધ્રપ્રદેશ : શ્રીસૈલમ પાવર સ્ટેશનમાં આગ લાગી હતી. આ આગમાંથી 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં 6 લોકોની હોસ્પિટમાં સારવાર ચાલી રહી છે. તેમજ ત્યાં 9 લોકો હજી ફસાયેલા હોવાની આશંકા છે. જ્યારે આગની આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે.
આંધ્રપ્રદેશના શ્રીસૈલમ પાવર સ્ટેશનમાં ભીષણ આગ આપને જણાવી દઇએ કે, આ આગ શ્રીસૈલમ જળ પરિયોજના ભૂગર્ભ વીજ મથકમાં લાગી હતી. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી છે.
અધિકારીઓએ વીજળી બંધ કરીને આગને કાબૂમાં લીધી હતી. જેમાં હાજર 17 લોકોમાંથી 8 લોકો સુરંગના રસ્તાથી સુરક્ષિત સ્થાને પહોંચી ગયા હતા. ફસાયેલા 6 લોકોમાંથી ટીએસજીએનસીઓ કર્મચારી અને 3 નજીકની કંપનીના કર્મચારી હતા. નાગરકૂર્નૂલ કલેક્ટર શરમન, જગદીશ રેડ્ડી અને ટીએસ જેનકો સીએમડી પ્રભાકર રાવે પહોંચીને બચાવકાર્ય હાથ ધર્યું હતું.
રેડ્ડીએ જણાવ્યું કે, પાવર સ્ટેશનના પહેલાં યુનિટમાં આ આગ લાગી છે. તેમજ ધુમાડાને કારણે આગકર્મી સુરંગમાં જવા અસમર્થ છે. આ ઘટના બાદ પાવર સ્ટેશન પર પાવર જનરેશનની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે.