દિલ્હીમાં ફર્નિચરની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ - દિલ્હી ન્યૂઝ
દિલ્હીઃ શહેરના મુંડકા વિસ્તારમાં આવેલી ફર્નિચરની ફેક્ટરીમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ આગ બુઝાવવાનું કામ ચાલી રહ્યું છે. હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.

દિલ્હીમાં ફર્નિચરની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ
દિલ્હી શહેરના મુંડકા વિસ્તારમાં સવારે પાંચ કલાકે મેટ્રો સ્ટેશન પાસે લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે, તે બાજુમાં આવેલી બલ્બની ફેક્ટરીમાં પણ ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ 20 ગાડીઓ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ, આગ બુઝાવવાનું કામ ચાલી રહ્યું છે. જો કે, હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ત્યારે ફેક્ટરીનો મોટાભાગનો સામાન બળીને રાખ થઈ ગયો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.
દિલ્હીમાં ફર્નિચરની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ