દિલ્હીઃ શહેરના બવાનામાં એક કાર્ડ બોર્ડ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. બવાના દિલ્હીનો ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં મોટી સંખ્યામાં ફેક્ટરીઓ છે.
ફાયર વિભાગના જણાવ્યા મુજબ, સવારે 7.55 કલાકે તેમને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા ફાયર ટીમ તાત્કાલિક ધોરણે 14 ફાયર એન્જિનોને સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ફાઇટરોએ આગને કાબૂ કરવાનો પ્રયત્નો કર્યો હતો.
દિલ્હી ફાયર સર્વિસીસના ડિરેક્ટર અતુલ ગર્ગે કહ્યું કે, આજે સવારે બાવાનાઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 14 ઘટના સ્થળે મોકલી દેવામાં આવી છે. રાહતની વાત છે કે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી.
ઉનાળાની ઋતુમાં દિલ્હીના બવાના ઔદ્યોગિક વિસ્તારમાં આગની ઘટનાઓ અવારનવાર બને છે. લોકડાઉનના કારણે આ ક્ષેત્રના ઉદ્યોગો બંધ છે. જેના કારણે કોઈ જાનહાની થઈ નથી.
મળતી માહિતી પ્રમાણે, ફેક્ટરીમાં કાચો માલ હોવનો કારણે આગ વધુ ફેલાઈ હતી. તે દરમિયાન ફાયર ટીમે સમયસર ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. હાલ, આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.