નવી દિલ્હી: કેશવપુરમ વિસ્તારમાં પગરખા બનાવતી ફુટવેર ફેક્ટરીમાં આગ લાગી છે. અગ્નિશામક દળની 15 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ આગ પર કાબુ મેળવવાની મથામણ ચાલી રહી છે. આ ઘટનામાં જાન-માલના નુકસાન અંગે હાલ કોઈ માહિતી નથી.
દિલ્હીના કેશવપુરમ વિસ્તારમાં ફૂટવેરની ફેક્ટરીમાં ભયાનક આગ લાગી - ફૂટવેર ફેક્ટરીમાં આગ ફાટી નીકળી
રાજધાની દિલ્હીની એક ફૂટવેર ફેક્ટરીમાં આગ ફાટી નીકળી છે. ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હજૂ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ સામે આવી નથી.
ફૂટવેર ફેક્ટરીમાં આગ
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ-પૂર્વ દિલ્હીના તુગલકાબાદની ઝૂંપડપટ્ટીમાં મંગળવાર મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. ફાયર ટેન્ડર સ્થળ પર પહોંચીને આગને કાબુમાં લીધી હતી. જો કે, સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. આ આગમાં 250 ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.