ગુજરાત

gujarat

By

Published : Aug 25, 2020, 8:53 PM IST

ETV Bharat / bharat

કેરળના સચિવાલયમાં લાગી ભીષણ આગ, પુરાવાઓ નષ્ટ કરવા આગ લગાવી હોવાનો વિરોધપક્ષનો આક્ષેપ

કેરળના સચિવાલયમાં મંગળવારે સાંજે આગ લાગી હતી. જોકે ફાયર ફાઈટર અને રેસ્ક્યૂ વિભાગ દ્વારા આગ પર કાબૂમાં મેવવામાં આવ્યો હતો. વિરોધ પક્ષે આરોપ લગાવતા જણાવ્યું છે કે, ગોલ્ડ સ્મગલિંગ કેસના પુરાવાઓનો નાશ કરવા આગ લગાવવામાં આવી છે. આગ ફાટી નીકળ્યા બાદ વિપક્ષે સચિવાલયની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

fire
વિરોધપક્ષનો આક્ષેપ

તિરુવનંતપુરમ: સચિવાલયના ઉત્તર બ્લોકમાં પ્રોટોકોલ વિભાગમાં મંગળવારે સાંજે અગત્યની કચેરીઓમાં આગ લાગી હતી, જોકે તેને કાબૂમાં લાવવામાં આવી હોવાનું ફાયર એન્ડ રેસ્ક્યૂ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

સચિવાલયમાં આગ ફાટી નીકળ્યા બાદ વિરોધ પક્ષે સચિવાલય સમક્ષ ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યા હતું. સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, આગ કોઈ અકસ્માત નહીં પણ ગોલ્ડ સ્મગલિંગ કેસના સંબંધમાં પુરાવાઓને નષ્ટ કરવાનું કાવતરું હતું.

વિરોધપક્ષનો આક્ષેપ

સૂત્રોએ પત્રકારોને જણાવ્યું કે, વિભાગમાં બપોરે 4.45 વાગ્યે આગ લાગવાની જાણ ફાયર એજન્સીને કરવામાં આવી હતી. સચિવાલયના હાઉસકીપિંગ સેલના એડિશનલ સેક્રેટરી પી હનીએ જણાવ્યું કે, કૉમ્પ્યુટરમાં શોર્ટ સર્કિટ થવાની આશંકા છે, જોકે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

અધિકારીએ એક ટેલિવિઝન ચેનલને કહ્યું કે, "કોઈ મહત્વપૂર્ણ ફાઇલોનો નાશ થયો નથી. તે બધી સુરક્ષિત છે. આગ લાગવાના સમયે સ્ટાફમાં ફક્ત બે જ લોકો હતા. કારણ કે, બાકીનો સ્ટાફ ક્વોરેન્ટાઇન થઈ ગયો છે. તેમણે કહ્યું કે, તેઓને ઇજા પહોંચી નથી. મહત્વનું છે કે, આ આગ એક કાવતરું હોવાના આક્ષેપ સાથે સચિવાલય સામે વિરોધ પક્ષે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details