સાકીનાકા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
મુંબઈમાં ફેક્ટરીના એક ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 2 લોકોના મોત - fire-breaks-out news in mumbai
મુંબઈઃ શહેરમાં સાકીનાકા વિસ્તારના ગોડાઉનમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી. જેમાં બે લોકોના મોત થયા હતા. જ્યારે એક લાપતા છે. જેની તપાસ હાથ ધરવામાં આવી છે.
મુંબઈ
આ ઘટનામાં 3 લોકો લાપતાં હતા. જેમાંથી બે લોકોના મૃતદેહ ઘટસ્થળેથી મળ્યાં હતા અને એક લાપતાં છે. જેની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંગે વાત કરતાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "આગ સાંજે લગભગ પાંચને 35 મિનિટે લાગી હતી. આગને કાબૂમાં રાખવા માટે ફાયરના નવ ટેન્ડર, આઠ પાણીના ટેન્કર તેમજ અનેક અગ્નિશામક દળ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ આગ એટલી ભીષણ હતી કે સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો."