- નોઈડાના ભંગેલ માર્કેટ પાસેની ઝૂંપડપટ્ટીમાં આગ
- ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવ્યો
- ઘટનામાં કોઇ જાનહાની નોંધાઇ નથી
નોઇડા (ઉત્તરપ્રદેશ): નોઈડાના ભંગેલ માર્કેટ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં શનિવારે સાંજે ભીષણ આગ લાગી હતી. તેની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા છ ફાયર ફાઇટરો આગને કાબૂ કરવામાં સફળ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિલિન્ડરમાં વિસ્ફોટ થયા બાદ ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી.
આ વિસ્તાર નોઈડા ફેઝ ટુ પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. જે ભંગેલ માર્કેટની નજીક છે. સિલિન્ડરમાં થયેલા વિસ્ફોટ બાદ આગ ઝૂંપડપટ્ટીમાં ફેલાઇ હતી.
6 ફાયર ફાઇટર ઘટના સ્થળે હાજર