ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભુવનેશ્વરમાં ECoRના અધિકારીઓના રેસ્ટ હાઉસમાં લાગી આગ - આગ લાગી

ECoRના અધિકારીઓના રેસ્ટ હાઉસમાં આગ લાગતાં એક સ્ટોર રૂમ અને બાથરૂમમાં નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડના જવાનોની મદદથી આગને કાબુમાં લેવાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

Bhubaneswar
Bhubaneswar

By

Published : May 2, 2020, 8:08 AM IST

ભુવનેશ્વર: શુક્રવારે સાંજે અહીં પૂર્વ કોસ્ટ રેલ્વેના અધિકારીઓના રેસ્ટ હાઉસ (ECoR ) માં આગ લાગી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે, એક સ્ટોર રૂમ અને સામાન્ય બાથરૂમમાં આગને કારણે નુકસાન થયું છે. તેમજ રેસ્ટ હાઉસના લિફ્ટ વિસ્તારમાં તૂટી પડ્યું હતું. જો કે, કોઈ જાનહાનિ થઈ નથી.

ECoR નિવેદનમાં જણાવાયું છે કે, ફાયર બ્રિગેડના જવાનોની મદદથી આગને વહેલી તકે કાબુમાં લેવામાં આવી હતી. આગને કારણે લિફ્ટ ગ્લાસ અને તેની ઇલેક્ટ્રિકલ વાયરિંગને પણ નુકસાન પહોંચ્યું હતું.

ECoR એ આ મામલાની તપાસ કરવા અને રિપોર્ટ રજૂ કરવા માટે એક વરિષ્ઠ અધિકારી-સ્તરની તપાસ સત્તાની નિમણૂક કરી છે.

ABOUT THE AUTHOR

...view details