મળતી માહિતી અનુસાર, શુક્રવારે હૈદરાબાદના બહારના વિસ્તારમાં તેલૂગુ સુપરસ્ટાર ચિરંજીવીના ફાર્મહાઉસમાં આગ લાગવાની ઘટના બની હતી. આ દુર્ઘટના સમયે "સઇ રા નરસિમ્હા રેડ્ડી"ના સેટ પર કોઇ હાજર ન હતું તે સમયે બનેલી આ ઘટનાથી સેટના એક ભાગને નુકસાન થયું હતું.
ચિરંજીવીના ફાર્મ હાઉસમાં લાગી ભીષણ આગ, ફિલ્મના સેટને પણ થયું નુકસાન - hyderabad
હૈદરાબાદ: તેલૂગુ સુપરસ્ટાર ચિરંજીવીના ફાર્મહાઉસમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી. આ બનાવ ગંડીપેટ જિલ્લા પાસે બન્યો હતો.
ચિરંજીવીના ફાર્મ હાઉસમાં લાગી ભીષણ આગ
"સઇ રા નરસિમ્હા રેડ્ડી" એક ઐતિહાસિક યુદ્ધ ફિલ્મ છે, જે ઉયાલવાડા નરસિમ્હા રેડ્ડીના જીવન પર આધારિત છે. તેલૂગુ, તમિલ અને મલયાલમમાં બનેલી આ ફિલ્મમાં ચિરંજીવી, અમિતાભ બચ્ચન, નયનથારા, તમન્નાહ અને અન્ય સ્ટાર પણ સામેલ છે.
આ ફિલ્મ ચિરંજીવીના પુત્ર અને ખ્યાતનામ અભિનેતા રામ ચરણ દ્વારા નિર્મિત અને સુરેંન્દ્ર રેડ્ડી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી રહી છે.