મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીને વ્યસની ગણાવ્યા હતા અને ઘણી અભદ્ર ટિપ્પણી પણ કરી હતી. જેના કારણે કોંગ્રેસ કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. પવન અગ્રવાલે જણાવ્યું કે, રાહુલ ગાંધી વિરુદ્ધ સ્વામીએ ખોટા નિવેદનો આપ્યા છે. તેમની પર તેઓ જુઠ્ઠા આરોપો લગાવી, તેમની છબી ખરાબ કરવાની કોશિશો કરે છે.
સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ જશપુરમાં કેસ દાખલ, રાહુલ ગાંધી વિરુદ્ધ કરી હતી ટિપ્પણી
રાયપુર: છત્તીસગઢના પત્થલગાંવમાં BJPના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પર બિન જામીન પાત્ર કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જશપુર કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ પવન અગ્રવાલે સુબ્રમણ્યમ સ્વામી પર કેસ દાખલ કર્યો છે. કલમ 504, 505 અને 511 હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
swami
સુબ્રમણ્યમ સ્વામીએ લગાવેલા આરોપો પર કોંગ્રેસનું કહેવું છે કે, આ નિવેદનને કારણે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સામાન્ય લોકો અપમાનિત થયા છે. આ સંપુર્ણ બાબતે કોંગ્રેસે ચૂસ્ત કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વધુ માહિતી મુજબ, રાજધાની રાયપુરના સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં પણ જિલ્લા કોંગ્રેસ કમિટી અધ્યક્ષ ગિરીશ દુબે અને અન્ય કોંગ્રેસી નેતાઓએ રાહુલ પર વિવાદીત ટિપ્પણી કરવા બદલ સ્વામી વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે.