ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શાયર મુનવ્વર રાણા વિરુદ્ધ FIR, ફ્રાન્સની ઘટનાને ગણાવી હતી યોગ્ય - ફ્રાન્સના મેગેઝિન

લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં શાયર મુનવ્વર રાણા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. મુનવ્વર રાણાના વિવાદિત નિવેદનને લઈને આ FIR દાખલ કરવામાં આવી છે. જેમાં તેમને કાર્ટૂન વિવાદને લઈને ફ્રાન્સમાં થયેલા હત્યાઓને યોગ્ય ગણાવી હતી. FIRમાં તેમના નિવેદનને અશાંતિ ફેલાવવા માટેનું ગણાવવામાં આવ્યું છે.

munawwar
munawwar

By

Published : Nov 2, 2020, 4:01 PM IST

  • શાયર મુનવ્વર રાણા વિરુદ્ધ દાખલ થઇ FIR
  • જાહેર શાંતિ ભંગ થવાની શક્યતાએ કેસ દાખલ
  • ફ્રાંસની ઘટનાને ગણાવી યોગ્ય

લખનઉ: ફ્રાન્સના મેગેઝિનમાં પ્રકાશિત કાર્ટૂન અને ત્યારબાદ કાર્ટૂનિસ્ટની હત્યા અંગે પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો કોઈ મોહમ્મદ સાહેબ પર ખોટું કાર્ટૂન બનાવશે અથવા અમારા માતા-પિતાના વિરોધમાં કંઇ કહેશે તો હું પણ તેને મારી નાખીશ. તેમના આ નિવેદન બાદ, સામાજિક શાંતિ ભંગ થવાની પણ સંભાવના હતી, જેને ધ્યાનમાં રાખીને સોમવારના રોજ હઝરતગંજ કોટવાલીના સબ ઈન્સ્પેક્ટર દિપકકુમાર પાંડેની તાહિર પર કોટવાલી હજરતગંજ પોલીસ સ્ટેશનમાં આઇ.ટી એક્ટની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

શાયર મુનવ્વર રાણા વિરુદ્ધ દાખલ થઇ FIR

જાહેર શાંતિ ભંગ થવાની શક્યતાએ કેસ દાખલ

કેસ નોંધાયા બાદ હવે રાજધાની લખનૌનો સાયબર સેલ આ મામલે ફરીથી તપાસ કરશે. હઝરતગંજ કોટવાલીના સબ ઈન્સ્પેક્ટર દીપકકુમાર પાંડેએ જણાવ્યું હતું કે આ મામલે સોશિયલ મીડિયા પર મુનવ્વર રાણાના વિવાદિત નિવેદન અંગે ગેરમાર્ગે દોરતી વાતો ચાલી રહી છે. નિવેદન સમૂદાયો વચ્ચે અશાંતિ ફેલાવે તેવું અને તેનાથી જાહેર શાંતિ ભંગ થવાની શક્યતા છે. જેના કારણે સોમવારના રોજ કોતવાલી હઝરતગંજ ખાતે આઇ.ટી એક્ટની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મુનવ્વર રાણાએ ફ્રાન્સના એક મેગેઝિનમાં મોહમ્મદ સાહેબના કાર્ટૂન અને કાર્ટૂનિસ્ટની હત્યાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું.

ફ્રાન્સ વિવાદમાં હત્યારાને ગણાવ્યો હતો યોગ્ય

પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, ફ્રેન્ચની એક મેગેઝિને મોહમ્મદ સાહેબનું કાર્ટૂન છાપ્યું હતું. ત્યારબાદ કાર્ટૂનિસ્ટની હત્યા કરવામાં આવી હતી. તેણે તેની હત્યાને યોગ્ય ઠેરવી હતી અને કહ્યું હતું કે, જો માતાપિતા અથવા મોહમ્મદ વિરુદ્ધ કંઈ બોલે તો હું પણ તેને મારી નાખીશ. તેમના આ વિવાદિત નિવેદન બાદ સોશિયલ મીડિયા પર સામાજિક વાતાવરણ બગાડવાનું કાવતરા થવા લાગ્યા હતા. આ સમગ્ર મામલાની તપાસ હવે સાયબર સેલ દ્વારા કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details