ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાનપુર ફાયરિંગ મામલોઃ ગેંગસ્ટર વિકાસ દુબે સહિત 35 લોકો સામે નોંધાઈ ફરિયાદ

કાનપુરમાં 8 પોલીસકર્મીઓની શહાદત માટે જવાબદાર કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે વિશે માહિતી આપવારને 50 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. કાનપુર ફાયરિંગ મામલે પોલીસે ગેંગસ્ટર વિકાસ દુબે સહિત 35 લોકો સામે ફરિયાદ નોંધી છે.

કાનપુર પોલીસ હુમલો
કાનપુર પોલીસ હુમલો

By

Published : Jul 4, 2020, 2:16 PM IST

  • વિકાસ દુબેની ભાળ આપનારને 50 હજારનું ઇનામ,
  • હત્યા, લૂંટ, સરકારી કાર્યમાં સહિત FIR નોંધાઈ
  • કાનપુર પોલીસ હુમલામાં 35 લોકો સામે ફરિયાદ
  • STFની સહિત 22 ટીમ કરી રહી છે તપાસ
  • SO ચૌબેપુર શંકાના દાયરામાં, પૂછપરછ શરૂ
  • AK-47 સહિત પોલીસમાં લૂંટ્યા હથિયાર

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુર પોલીસ હુમલામાં પોલીસકર્મીઓની હત્યા અને હથિયારાઓની લૂટ અંગે ફરિયાદ નોંધાઈ છે. વિકાસ દુબે સહિત 35 લોકો વિરુદ્ધ ચૌબેપુર પોલીસ મથકમાં FIR દાખલ કરાઈ છે.

કાનપુર પોલીસના આઠ જવાનોએ શહીદ થયા બાદ કાનપુર રેન્જ પોલીસના મહાનિરીક્ષક મોહિત અગ્રવાલે હિસ્ટ્રીશીટર વિકાસ દુબે પર 50 હજારના ઈનામની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, માહિતી આપનારને 50 હજારનું ઈનામ આપવામાં આવશે. જે માટે 9454 4,00,211 કૉલ કરવાનો રહેશે. કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યા સહિત કેસમાં 6 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

આ કેસમાં STFની સહિત 22 ટીમ તપાસ કરી રહી છે.પોલીસ કામગીરીની માહિતી લીક થવાની સંભાવના પર એસ.ઓ.ચોબેપુર શંકાના દાયરામાં છે. આ અંગે STFની ટીમ તપાસ કરી રહી છે. તેમજ પોલીસે એક ડઝન લોકોની અટકાયત કરી છે.

ABOUT THE AUTHOR

...view details