શ્રીનગર: જમ્મુ કાશ્મીર પોલીસે કાશ્મીરના એક જાણીતા હોટલ માલિક વિરૂદ્ધ FIR નોંધી છે. આ હોટલ માલિક શુક્રવારે જમ્મુના બાથિંડીના રેડ ઝોન વિસ્તારમાંથી અન્ય લોકોની સાથે શ્રીનગરમાં તેમના નિવાસસ્થાન પર રવાના થયા હતા.
કાશ્મીરના હોટલ માલિક સામે FIR દાખલ, આ છે કારણ...
કોરોના વાઇરસને કારણે દેશભરમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ દરમિયાન શ્રીનગર સ્થિત કાશ્મીર હોટલમાં રહેવા જવા નિકળેલા હોટલ માલિક વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
કાશ્મીરના હોટલ માલિક સામે FIR દાખલ, કારણ જાણીને ચોકી જશો...
શ્રીનગરના ડેપ્યુટી કમિશ્નરને લખેલા પત્રમાં પોલીસે એક મેડિકલ ટીમને શ્રીનગર સ્થિત હોટલ માલિકના નિવાસસ્થાન પર સ્ક્રિનીંગ અને ક્વોરેન્ટાઈન માટે મોકલવામાં આવે તેમ જણાવ્યું હતું.. તબીબી ટીમને તાત્કાલિક તપાસ માટે અને જરૂરી ક્વોરેન્ટાઈન માટે હોટલ માલિકના નિવાસસ્થાનમાં નિયુક્ત કરવામાં આવે તેવી વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-શ્રીનગર હાઈવે પર કોરોના વાઈરસના ફેલાવા તેમજ લૉકડાઉનને પગલે ટ્રાફિક માટે બંધ રાખવામાં આવ્યો છે.