મુઝફ્ફરપુર જિલ્લાના CJM કોર્ટના આદેશનું પાલન કરી પોલીસે 49 ફિલ્મ કલાકારો વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કર્યો છે. મૉબ લિચિંગની ઘટના પર વડાપ્રધાન મોદીને પત્ર લખનાર 49 કલાકારો પર CJM કોર્ટમાં 27 જુલાઈ 2019 ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાં રામચંદ્ર ગુહા, મણિ રત્નમ અને અપર્ણા સેન સહિતની ફિલ્મી કલાકારોનો સમાવેશ થાય છે.
મૉબ લિચિંગ અંગે PMને પત્ર લખી ચિંતા વ્યક્ત કરનારા ફિલ્મી કલાકારોની ચિંતા વધી, તેમની વિરુદ્વ જ ગુનો નોંધાયો
બિહાર : મુઝફ્ફરપુર જિલ્લાના CJM કોર્ટમાં મુખ્યન્યાયાધિશ સૂર્યકાંત તિવારીની અદાલતમાં સુધિર કુમાર ઓઝાએ અભિનેત્રી અર્પણા સેન ,સૌમિત્ર ચર્ટર્જી, શ્યામ બેનેગલ સહિત 49 ફિલ્મના કલાકારો વિરુદ્ધ દેશદ્રોહની ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. પોલીસે કોર્ટના આદેશ મુજબ ગુનો નોંધી પ્રાથમિક તપાસ શરુ કરી છે.
CJMમાં મુખ્ય ન્યાયાધિશ સૂર્યકાંત તિવારીની અદાલતમાં અધિવક્તા સુધીર ઓઝાએ અભિનેત્રી અર્પણા સેન, સૌમિત્ર ચટર્જી, શ્યામ બેનેગલ સહિત 49 ફિલ્મ કલાકારો વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, તે લોકોએ મૉબ લિચિંગ અને અસહિષ્ણુતાને લઈ વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. આ કલાકારો દ્વારા ગોપનીયતાનો ભંગ કરી પ્રચાર પણ કરાયો હતો. જેનાથી વિદેશમાં દેશની છબી ખરડાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખાયેલા આ પત્રમાં એવો ઉલ્લેખ હતો કે, હાલના સમયમાં જય શ્રી રામ હિંસા ભડકાવવા માટેનો નારો બની ગયો છે. જેના નામ પર મૉબ લિંચિંગ જેવી ઘટનાઓ ઘટી રહી છે.