ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજયકુમાર લલ્લુ સામે FIR દાખલ - congress president

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજયકુમાર લલ્લુની ધરપકડ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજયકુમાર લલ્લુ સામે FIR દાખલ
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજયકુમાર લલ્લુ સામે FIR દાખલ

By

Published : May 20, 2020, 12:16 AM IST

લખનઉઃ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજયકુમાર લલ્લુની ધરપકડ બાદ વિરુદ્ધ હજરતગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે. આ એફઆઈઆર આરટીઓ આરપી ત્રિવેદી દ્વારા દાખલ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ પાર્ટીએ પ્રવાસી મજૂરોને વતન મુકામે લઈ જવા 1000 બસો આપવાની વાત કરી હતી. જેના માટે સરકારે કોંગ્રેસ પાસેથી બસની યાદી માંગી હતી. કોંગ્રેસ દ્વારા અપાયેલી બસોની સૂચિમાં ઘણી બસોની સંખ્યા શંકાસ્પદ છે, જેમાંના ઘણા નંબરો ઓટો, એમ્બ્યુલન્સ અને ટેક્સીના છે.

આ સાથે જ એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, જે બસોના નંબર આપવામાં આવ્યા છે. તેમાં ચોરી થયેલી બસના નંબર પણ હોઈ શકે છે. આ પ્રકારની માહિતી આપવા હેઠળ હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details