અલીગઢ: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં (AMU) ફૈઝુલ હસનના વિવાદાસ્પદ નિવેદન અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. SSPએ વીડિયો અંગે જાતે માહિતી મેળવીને તપાસ કરી છે. જેમાં વાયરલ વીડિયો સત્ય હોવાનું જાણવા મળ્યું છે. SSPએ ઈન્ડિયન પીનલ કોડની (IPC) કલમ 153-A અંતર્ગત કેસ નોંધ્યો છે.
AMUમાં ફૈઝુલ હસનના વિવાદીત નિવેદન અંગે ફરિયાદ નોંધાઈ
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં (AMU) ફૈઝુલ હસનના વિવાદાસ્પદ નિવેદન અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. SSPએ વીડિયો અંગે જાતે માહિતી મેળવીને તપાસ કરી છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ ફૈઝુલ હસને તેના ભાષણ દરમિયાન વિવાદીત નિવેદન કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ અંગે હિન્દુ મહાસભાએ પણ સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. SSP આકાશ કુલહરિએ જણાવ્યું છે કે, વીડિયોના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે.