ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CM યોગી પર આપત્તિજનક ટિપ્પણી મામલે AAPના ધારાસભ્ય રાધવ ચઢ્ઢા વિરુદ્ધ FIR દાખલ - latestgujaratinews

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર આપત્તિજનક ટિપ્પણી મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રાધવ ચઢ્ઢા પર ફરિયાદ દાખલ કરાઈ છે.

etv bharat
etv bharat

By

Published : Mar 29, 2020, 5:42 PM IST

નવી દિલ્હી : કોરોના વાઈરસના કહેર વચ્ચે દિલ્હીમાં પલાયન પર રાજકારણ શરુ થયું છે. આ મામલે દિલ્હી અને ઉત્તરપ્રદેશની સરકાર આમને-સામને આવી છે અને આરોપ-પ્રતિઆરોપ લગાવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રાધવ ચઢ્ઢા પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વકીલ પ્રશાંત ઉમરાવે રાધવ ચઢ્ઢા પર યોગી આદિત્યનાથને લઈ આપતિજનક ટિપ્પણીના આરોપમાં ઉત્તરપ્રદેશ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. પ્રશાંત ઉમરાવે રાધવ ચઢ્ઢાની ટિપ્પણીને કાયદો અને વ્યવસ્થા માટે ગંભીર ગણાવી છે અને કહ્યું કે, કોરોનાની મહામારીએ ગંભીર રુપ લીધું છે, ત્યારે ટિપ્પણી દ્નારા લોકોમાં ભય ફેલાશે.

ઉલ્લેખનિય છે કે રાધવ ચઢ્ઢાએ એક ટ્વિટ કરી કહ્યું કે, સૂત્રો અનુસાર યોગી જી દિલ્હીથી યૂપી જનારા લોકોને માર ખવડાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details