ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી હિંસામાં હત્યાના આરોપ બાદ AAPએ તાહિર હુસૈનને સસ્પેન્ડ કર્યાં - Aam Aadmi Party

દિલ્હી હિંસા અંગે FIR નોંધાયા બાદ આમ આદમી પાર્ટીએ તાહિર હુસૈનને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસૈન પર દિલ્હી હિંસાનો આરોપ છે.

Tahir Hussain
તાહિર હુસૈન

By

Published : Feb 28, 2020, 8:13 AM IST

નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસા માટે FIR નોંધાયા બાદ આમ આદમી પાર્ટીએ તેના કાઉન્સિલર તાહિર હુસૈનને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં છે. નોધનીય છે કે, ઉત્તર-પૂર્વ દિલ્હીની હિંસામાં નામ જાહેર થયા બાદ દિલ્હી પોલીસે તાહિરના ઘર અને ગોડાઉનને સીલ કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, તાહિર હુસૈનના ઘરમાંથી મોટી સંખ્યામાં પેટ્રોલ બોમ્બ અને પત્થરો મળી આવ્યા હતા. જે બાદ દિલ્હી પોલીસે તાહિર હુસૈનનાં ઘર અને ગોડાઉન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ પાર્ટીએ પણ તેને સસ્પેન્ડ કરી દીધા છે. જોકે, તાહિર હુસૈને પોતાના પર લગાવવામાં આવેલા આરોપોને નકારી દીધા છે.

ABOUT THE AUTHOR

...view details