નવી દિલ્હીઃ કોરોના વાઇરસ મહામારી પર કાબુ મેળવવા માટે લાગેલી કેન્દ્ર સરકારે વધતા આર્થિક ભારને ધ્યાને રાખીને પોતાના ખર્ચાઓમાં ઘટાડો કરવાની શરુઆત કરી છે. આ દિશામાં આગળ વધતા સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનલાભાર્થીઓને મળતા મોંઘવારી ભથ્થાની નવા વિચારો પર જુલાઇ 2021 સુધી રોક લગાવી છે.
મળતી માહિતી મુજબ કોવિડ 19 મહામારીને કારણે સરકારના ખજાના પર વધતા દબાણને લીધે કેન્દ્રએ જાન્યુઆરી 2020થી લઇને એક જુલાઇ 2021ને વચ્ચે આપવામાં આવેલા મોંઘવારી ભથ્થા અને મોંઘવારીમાં રાહતના હપ્તાની ચૂકવણી પર રોક લગાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ પગલાથી સરકારના ચાલુ નાણાકીય વર્ષ 2020-21 અને આવતા નાણાકીય વર્ષ 2021-22માં કુલ મળીને 37,530 કરોડ રુપિયાની બચત થશે. જો કે, કર્મચારીઓ અને પેન્શનલાભાર્થીઓને મોંઘવારી ભથ્થાના સ્તર પર ચૂકવણી થતી રહેશે.