ગુજરાત

gujarat

ETV Bharat / bharat

370 હટાવ્યા બાદ JKમાંથી 13 હજાર યુવાનો ગાયબ: મુસ્લિમ મહિલા મંચ - મુસ્લિમ મહિલા મંચના અધ્યક્ષ સઈદા

નવી દિલ્હી: જ્યારથી જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી છે, ત્યારથી લઈ આજ સુધીમાં કાશ્મીરમાંથી 13 હજાર યુવાનો ગાયબ છે. જેના વિશે કોઈ જ ભાળ નથી. આ આરોપ મુસ્લિમ મહિલા મંચે કર્યો છે. આ મંચના અધ્યક્ષ સઈદા હમીદ છે. તેમના નેતૃત્વમાં એક કમિટી કાશ્મીરમાં પહોંચી હતી.

articale 370

By

Published : Sep 24, 2019, 8:05 PM IST

આ કમિટી 17થી 21 સપ્ટેમ્બર વચ્ચે કાશ્મીરમાં ગઈ હતી. આ કમિટીમાં એન્ની રાજા(નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયા વુમેન ), પૂનમ કૌશિક (પ્રગતિ મહિલા સમિતી), કંવલજીત કૌર અને પંખુરી ઝહીર (NFIW) સામેલ હતાં. આ ટીમે સુરક્ષા બળ પર મોટા પાયે માનવાધિકારોના ઉલ્લંઘનમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો છે. આ ટીમે મંગળવારના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે.

મુસ્લિમ મહિલા મંચના અધ્યક્ષ સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત

આ રિપોર્ટ જાહેર કર્યા બાદ મુસ્લિમ મહિલા મંચના અધ્યક્ષ સઈદાએ ઈટીવી સાથેની વાતચીતમાં માગ કરી છે કે, સરકારે કાશ્મીરમાં ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા સહિતની સંચાર સેવા કાશ્મીરમાં પુરી પાડવી જોઈએ. જમ્મુ કાશ્મીરમાં રાજકીય ભવિષ્ય વિશે તમામ ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરી સમાધાન લઇ આવવુ જોઈએ.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઘાટીમાં બાળકો અને મહિલાઓ સૌથી વધારે પ્રભાવિત થયા છે. જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરની યાત્રા દરમિયાન શોપિયાં, પુલવામા અને બાંદીપોરાની મુલાકાત લીધી હતી. આ ટીમે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, કોઈ પણ નાગરિક રાતના આઠ વાગ્યા પછી રસ્તા પર બહાર નિકળી શકતા નથી. આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે લગભગ 13 હજાર યુવાનો ગાયબ થયા છે, જેની કોઈ જ ભાળ મળતી નથી.

આ રિપોર્ટમાં એક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, બાંદીપોરામાં એક છોકરીએ પોતાની બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરવા તેણે રાતે દીવો સળગાવી રાખવાની ભૂલ કરી હતી, તો સેનાએ તેમના પર કર્ફ્યુ ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ તેના ભાઈ અને પિતાની ધરપકડ કરી દૂર લઈ ગયા, ત્યારથી તેઓ ધરપકડમાં છે.

એટલું જ નહીં આ રિપોર્ટમાં કહ્યાં પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં હોસ્પિટલો સામાન્ય દિવસોની માફક નથી ચાલતી. ઉપરાંત પરિજનોએ પોતાના સંતાનો બચાવવા માટે અધિકારીઓને જણાવ્યું તો, તેઓએ 20થી 60 હજાર સુધીની રકમ જમા કરાવવાનું કહ્યું હતું.

આ રિપોર્ટમાં અન્ય એક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, પ્રતિબંધ દરમિયાન એક વકીલનું મોત થઈ ગયું, તો બાર એસોશિએશન તરફથી શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, તો તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details