- 6 લાખ 25 હજાર લોકોના સૂચનના આધારે બન્યું ઘોષણાપત્ર
- બિહારીઓને મળશે નિ:શુલ્ક કોરોના રસી
- ભાજપના અનેક મોટા નેતાઓ રહ્યા ઉપસ્થિત
પટના (બિહાર): નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનો ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં 5 સૂત્રો, એક લક્ષ્ય, અને 11 સંકલ્પોનો ઉલ્લેખ છે. ભાજપે તેને બિહારના વિકાસ માટેના વિઝન ડોક્યુમેન્ટ તરીકે દર્શાવ્યું છે.
બિહારના વિકાસની વાત
ઘોષણાપત્રમાં બિહારના વિકાસની વાત કરી 5 વર્ષમાં 5 લાખ રોજગાર આપવાનું વચન આપ્યું છે. આ સાથે જ એક કરોડ મહિલાઓને સ્વાવલંબી બનાવવાનો પણ સંકલ્પ લીધો છે. આ ઘોષણાપત્રમાં અનેક જનકલ્યાણકારી યોજનાઓ સામેલ છે.
19 લાખ રોજગારની તકો ઉભી થશે
આ સિવાય ભાજપના ઘોષણાપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, પક્ષ દ્વારા 19 લાખ રોજગારની તકો ઉભી કરવામાં આવશે. કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને, રસી આવતા જ દરેક બિહારીને નિ:શુલ્ક કોરોના રસી આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં ત્રણ લાખ નવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. આ દરમિયાન કૃષિપ્રધાન પ્રેમ કુમારે જણાવ્યું કે ઘોષણાપત્ર રાજ્યની 6 લાખ 25 હજાર જનતાના સૂચનો પરથી બન્યું છે. આટલી મોટી સંખ્યામાં લોકોએ મિસ્ડ કોલ દ્વારા તેમના સૂચનો આપ્યા છે.