- ભારતે ઘાતક મિસાઇલ નાગનું કર્યું પરિક્ષણ
- સ્વદેશી મિસાઇલ DRDO દ્વારા તૈયાર કરાયું
- સરહદ પર ચાલી રહેલી તણાવ વચ્ચે મિસાઇલનું સફળ પરિક્ષણ
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચેની સરહદ પર ચાલી રહેલા તણાવ દરમિયાન ભારત મિસાઇલ પરીક્ષણમાં એક વધુ પગલું આગળ વધ્યું છે. ભારતે ગુરુવારે 'નાગ' એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલના અંતિમ તબક્કાની સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સવારે 6: 45 વાગ્યે રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સ્વદેશી મિસાઇલ DRDO દ્વારા તૈયાર કરાયું
નાગ એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ ડીઆરડીઓની સ્વદેશી વારહેડ્ની સૂચિમાં સામેલ થઇ ગયા છે. છેલ્લા દોઢ મહિનામાં, ડીઆરડીઓએ ઓછામાં ઓછા 12 મિસાઇલ પરીક્ષણ કર્યા છે. આ મિસાઇલોનું પરીક્ષણ સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડીઆરડીઓના વડાએ કહ્યું કે, મિસાઇલ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સંસ્થા સૈન્ય માટે સ્વદેશી મિસાઇલો તૈયાર કરી રહી છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંરક્ષણ સંશોધન અને વિકાસ અને સુક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો સહિત ભારતીય ઉદ્યોગની ભાગીદારીમાં સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહિત કરવા માટે એક દિવસ અગાઉ ડીઆરડીઓ પ્રોક્યોરમેન્ટ મેન્યુઅલ 2020નું નવું સંસ્કરણ બહાર પાડ્યું હતું.