ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કુલ્લૂઃ BJP સાંસદ સની દેઓલ કોરોનાથી સંક્રમિત, હોમ ક્વોરન્ટાઇન થયા - સની દેઓલને કોરોના પોઝિટિવ

ફિલ્મ અભિનેતા સની દેઓલ કોરોનાથી સંક્રમિત થયા છે. મંગળવારે મુંબઇ પરત ફરતા પહેલા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પોતે હોમ ક્વોરન્ટાઇન થયા છે. અભિનેતા લગભગ એક મહીનાથી કુલ્લુના દશાલ ગામમાં રહી રહ્યા હતા.

BJP MP Sunny Deol tests COVID positive
BJP MP Sunny Deol tests COVID positive

By

Published : Dec 2, 2020, 8:28 AM IST

  • BJP સાંસદ સની દેઓલ કોરોનાથી સંક્રમિત
  • હોમ ક્વોરન્ટાઇન થયા
  • સ્વાસ્થય સચિવ અમિતાભ અવસ્થીએ કરી પુષ્ટિ

મનાલીઃ ફેમસ ફિલ્મ અભિનેતા અને પંજાબના ગુરદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલ કોરોના પોઝિટિવ આવ્યા છે. પ્રદેશના સ્વાસ્થય સચિવ અમિતાભ અવસ્થીએ મંગળવારે સની દેઓલના કોરોના સંક્રમિત થવાની પુષ્ટિ કરી હતી.

64 વર્ષીય બૉલિવૂડ એક્ટર દેઓલ ગત્ત દિવસોમાં મુંબઇ ખંભાની સર્જરી કરાવ્યા બાદ મનાલી આવ્યા હતા. લગભગ એક મહીનાથી દશાલ ગામમાં રહી રહ્યા હતા. તેમની સાથે પરિવારના સભ્યો પણ આવ્યા હતા, જે મુંબઇ પરત ફર્યા હતા. સની દેઓલ આજે (બુધવાર) મુંબઇ પરત ફરવાના હતા, પરંતુ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે ડૉકટરોની સલાહ પર પોતાને હોમ ક્વોરન્ટાઇ કર્યા છે.

મુંબઇ પરત ફરવાના હતા અભિનેતા

કુલ્લુના મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ. સુશીલચંદ્રે જાણકારી આપી હતી કે, સની દર 10માં દિવસે કોવિડ 19 ની તપાસ કરાવી રહ્યા હતા. તેઓ મુંબઇ પરત ફરવાના હતા, જે માટે મંગળવારે કોરોના ટેસ્ટ માટે સ્વાસ્થય વિભાગની ટીમને બોલાવી હતી. મોડી સાંજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details