મહારાષ્ટ્રમાં બે મુખ્ય સાથી દળ ભાજપ અને શિવસેનામાં હજી પણ ગઠબંધનને લઈ કોઈ ઠોંસ નિર્ણય આવ્યો નથી. કારણ કે, અહીં સીટોની વહેંચણીમાં ખેંચાખેચ થઈ રહી છે. પ્રદેશમાં હાલ ભાજપ અને શિવસેનાના ગઠબંધન વાળી સરકાર શાસનમાં છે.પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો પ્રદેશમાં સીટોની વહેંચણીને લઈ બંધબારણે સમુસૂતરુ પાડવાની કોશિશ ચાલુ છે, જો કે, હજી સુધી કોઈ ઔપચારિક જાહેરાત થઈ નથી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: આજથી ઉમેદવારી પત્ર દાખલ કરવાનું શરુ, નવરાત્રી પહેલા આવશે ભાજપની યાદી - બે મુખ્ય સાથી દળ ભાજપ અને શિવસેના
મુંબઈ: જ્યારથી મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ છે, ત્યારથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તમામ પાર્ટીઓ હાલ એક્શન મોડમાં આવી ગઈ છે. પ્રદેશમાં ચૂંટણી માટે આજથી નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અહીં 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે. જેનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવૌશે.
maharashtra election
આ બંને પાર્ટી હાલ એવું વિચારી રહી છે કે, ટૂંક સમયમાં જ ઉમેદવારોની યાદી જાહેર થાય. જેથી ઉમેદવારો પોતાના વિસ્તારમાં સારી રીતે પ્રચાર કરી શકે. જ્યાં સુધી યાદી જાહેર ન થાય ત્યાં સુધી આ નેતાઓ અને ઉમેદવારો કોના નામે સાથે પ્રચાર કરે એ પણ એક મોટો પ્રશ્ન છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે આપને જણાવીએ કે, લગભગ તમામ પ્રધાનોને ટિકિટ આપવાની પાર્ટી વિચારી રહી છે. અમુક પરંપરાગત સીટોને પણ સાચવવાની ચિંતા પાર્ટીમાં છે.