ભારત માટે પ્રથમ ગોલ કેપ્ટન રાણી રામપાલે કર્યો હતો. જાપાનની કેનોન મોરીએ ગોલ કરી 1-1ની બરાબરી કરી હતી.બીજી ક્વાર્ટરમાં એક પણ ગોલ થયો ન હતો. ત્રીજા ક્વાર્ટરના અંતિમ મિનીટમાં ભારતની ગુરજીત કૌરે ગોલ કરી સ્કોર 2-1 કરી અંતિમ ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો હતો.
FIH મહિલા હોકી સીરિઝ : જાપાનને હરાવી ભારતે શ્રેણી પર કર્યો કબ્જો - #indiakagam
સ્પોર્ટસ ડેસ્ક : ભારતીય મહિલા હોકી ટીમે જાપાનને 3-1થી હાર આપી FIHની મહિલા સીરિઝની ફાઈનલનો ખિતાબ જીત્યો છે. આ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં ભારતીય મહિલા ટીમે ચિલીને 4-2થી હાર આપી ઓલિમ્પિક ક્વોલીફાયરમાં સ્થાન મેળવ્યું છે.
ભારતીય હોકી ટીમ
ભારતીય ટીમે સેમીફાઇનલમાં ચિલીને 4-2થી હરાવી ટોક્યો ઓલિમ્પિક ક્વોલિફાયરના ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ભારતે 60 મિનીટમાં પેનલ્ટી કાર્નર મેળવી 3-1થી ભારતે જીત મેળવી હતી.