ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશમાં પહેલીવાર સેટેલાઈટની મદદથી પકડાઈ કરોડોની ચોરી,રચાયો ઈતિહાસ

નવી દિલ્હી: ચોર ચોરી કરી હવે છુપાઈ નહીં શકે કારણ કે પોલીસે તેમને પકડાવા માટે નવી તકનીક શોધી કાઢી છે. દેશમાં પહેલીવાર સેટેલાઈટના માધ્યમથી ચોરી પકડાય છે. આ ચોરી 15 કરોડની જણાવામાં આવી રહી છે. મામલો ગાઝિયાબાદનો છે. જ્યાં 15 કરોડ રુપિયાની ટેક્સ ચોરી પકડાઈ છે. આયકર વિભાગે દેશમાં પહેલીવાર સેટેલાઈટ દ્રારા આ ચોરી પકડી છે.

By

Published : Apr 4, 2019, 2:26 PM IST

satellite

ગાઝિયાબાદના મોદીનગર વિસ્તારમાં પ્રોપર્ટીના એક વ્યવસાયિકે 3 વર્ષ પહેલા એક સંપત્તિની રજિસ્ટ્રીમાં ખોટી જમીનને કૃષિની જમીન બતાડી હતીઅને કૃષિની જમીનના હિસાબે જ ટેક્સ ભર્યો હતો. પરંતુ હકિકત કંઈક અલગ હતી જ્યારે હકિકત સામે આવી ત્યારે આયકર વિભાગ 90%દંડ વસુલવાની તૈયારી કરી રહ્યા છે. ગાઝિયાબાદમાં જુન 2018માં આયકર વિભાગને સુચના મળી હતી.

સુચનામાં આવેલા ફરીયાદમાં જણાવામાં આવ્યુ હતુકે મોદીનગરના જલાલાબાદની એક જમીનની રજિસ્ટ્રી 3 વર્ષ પહેલા 30 લાખમાં કરવામાં આવી છે. ફરિયાદની તપાસ થઈ પરંતુ પરિણામ સામે આવ્યુ નહીં. આયકર નિર્દેશક કાર્યાલયથી હૈદરાબાદની એક તપાસ એંજેન્સીને આ બાબત સોંપવામાં આવી હતી. એંજેન્સીએ સેટેલાઈટના માધ્યમથી 3 વર્ષ જુની વાસ્તવિક સ્થિતિનો રિપોર્ટ કાઢ્યો અને સેટેલાઈટની અમુક તસ્વીરો પણ કાઢી છે. જેમાં ભુખંડ પર વ્યવસાયિક કોમ્પલેક્સ બન્યો હોવાની ખરાઈ કરવામાં આવી છે.

આયકર વિભાગ કર્મચારીઓએ પણ કોર્ટમાં છબી સાફ થઈ ગઈ છે. કે તે સમયે પણ કોમ્પલેક્સ બનેલો હતો. જેમાં કૃષિની જમીન દેખાડવામાં આવી હતી. આ બાબતમમાં સ્થાનિક આયકર વિભાગના કર્મચારીઓ પણ કોર્ટમાં છે. જેમણે સાચોરિર્પોટ તે સમયે ન આપ્યોઅને સેટેલાઈટનો સહારો લેવામાં આવ્યો હતો. આ પહેલી વખત બન્યું છે કે કોઈ સેટેલાઈટની મદદથી કોઈ ચોરી પકડવામાં આવી હોયઅને તે પણ 15 કરોડની ચોરી. એટલે સેટેલાઈટ દ્રારા પણ ચોરોની હરકતો પર નજર રાખી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details