ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગાઝિયાબાદના અશોક વિહારમાં ગાદલાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ - mattress warehouse burns in fire

ગાઝિયાબાદના લોની વિસ્તારમાં આવેલા અશોક વિહારમાં ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. કોઈ જાનહાનિ થઈ નથી.

ભીષણ આગ
ભીષણ આગ

By

Published : Jul 7, 2020, 6:51 PM IST

ગાઝિયાબાદ: અશોક વિહાર પાસે ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી જેમાં ગોડાઉનમાં રાખેલો ગાદલાનો સંપૂર્ણ માલ બળીને ખાખ થઇ ગયો હતો. આ અંગે આજુબાજુ રહેતા રહીશો દ્વારા ફાયર અધિકારીઓને બોલાવવામાં આવતા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થઇ ચૂક્યું હતું.

ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ગાઝિયાબાદમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. બે દિવસ પહેલા મોદીનગર વિસ્તારમાં આવેલી મીણબત્તીની ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી જેમાં 8 ના મોત થયા હતા. ઉપરાંત સાહિબા બાદમાં પણ ટ્રાન્સપોર્ટના સામાનના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી.

ABOUT THE AUTHOR

...view details