નવી દિલ્હીઃ દિલ્હીના મુંડકા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં એક ઈલેકટ્રોનિક સામાનના ગોડાઉનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કરોડોનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. આ ઘટના અંગે જાણ થતાં તુરંત જ ફાયર બ્રિગેડની 35 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતાં.
દિલ્હીમાં ઈલેકટ્રોનિક સામાનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
દિલ્હીના મુંડકા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં એક ઈલેકટ્રોનિક સામાનના ગોડાઉનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કરોડોનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે.
fire
જો કે, હાલ તો કોઈ જાનહાની થઈ હોવાની ખબર નથી. આગ લાગવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. સદનસીબે ગોડાઉનમાં આગ લાગી ત્યારે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની થતાં ટળી છે. ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણકારી આસપાસની કંપનીઓએ આપી હતી.