મુજફ્ફરપુર: મુજફ્ફરપુર તેમજ આસપાસના જીલ્લાઓમાં AES (ચમકી તાવ) ને કારણે સતત બાળકોના મૃત્યું થઈ રહ્યા છે. અત્યાર સુઘીમાં આ બીમારીને કારણે 168 બાળકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. 19 માં દિવસે બુઘવારના રાતની મોડી રાત્રે મુજફ્ફરપુરમાં 8 બાળકોના જીવ આ બીમારીને કારણે ગયા છે.
'ચમકી' તાવ લીધો વધુ 8 બાળકોનો જીવ, આંકડો પહોંચ્યો 168 પર
ન્યૂઝ ડેસ્ક: ચમકી તાવ હાલ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે તેની અસર પ્રદેશના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહી છે. તો બીજી તરફ આ બીમારીને કારણે લોકો તેના ઘર છોડી રહ્યા છે.
SKMCH તેમજ કેજરીવાલ હોસ્પિટલમાં આ બીમારીથી પીડિત બીજા 32 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. SKMCH માં 24 તેમજ કેજરીવાલ હોસ્પિટલમાં 8 બીજા બાળકોને AES પ્રોટોકોલ મુજબ ઈલાજ કરવામાં આવી રહ્યો છે. મુજફ્ફરપુરમાં છેલ્લા 19 દિવસોમાં AES ના 461 કેસ નોંધાઈ ચૂંક્યા છે. જેમાંથી 152 બાળકોના મૃત્યુ થયા છે. જો કે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા અપાયેલા રીપોર્ટ મુજબ, મુજફ્ફરપુરમાં બુઘવારની મોડી રાત્રી સુધીમાં 95 બાળકોના મોત થયા છે.
મોતનું કારણ છે હાઈપોગ્લાઈસેમિયા
મુજફ્ફરપુર અને તેમની આસપાસની વિસ્તારમાં ભયંકર ગરમી અને ભેજને કારણે બાળકો એક્યૂટ ઇન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ એટલે કે, ચમકી તાવના શિકાર બની રહ્યા છે. જો કે, સરકાર કહે છે કે મોટાભાગના મૃત્યુનું કારણ હાઈપોગ્લાયકેમિયા છે એટલે કે લો બ્લડ શુગર. તો બીજી તરફ નિષ્ણાતો કહે છે કે, હાયપોગ્લાયકેમિયા આ તાવનો એક ભાગ છે.