અલીપુરા ગામમાં હ્રદયધ્રાવર દ્રશ્યો સામે આવ્યા છે. પિતાએ બે દિકરીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. આ ઘટના બાદ પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. ગામના પૂર્વ સરપંચના પુત્રએ પોતાની બે દિકરીઓને બંદૂકની ગોળીઓથી રહેંશી નાખ્યાં બાદ પોતે આત્મહત્યા કરતા લોકો એકઠા થઇ ગયાં હતાં. જ્યા તમામને હોસ્પિટલ ખાતે ખસેડતા ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં.
રાજસ્થાનમાં બે દિકરીઓને ગોળી મારી પિતાએ પણ કરી આત્મહત્યા - રાજસ્થાનમાં આત્મહત્યાના કેસ
રાજસ્થાનઃ શ્રીગંગાનગરમાં એક પિતાએ પોતાની બે દિકરીઓને ગોળી મારી હત્યા કરી ત્યારબાદમાં પોતાની જાતને પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી. ગોળીઓના અવાજથી આસપાસના લોકો સ્થળ પર પહોંચ્યા હતાં. આ ઘટનાને લઇને તમામને હોસ્પિટલ ખાતે ખસેડ્યા બાદ ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં.
sriganganagar
ગ્રામજનોએ આ ઘટનાની માહિતી પોલીસને આપી હતી, પોલીસે આ ઘટનાની આગળની વધુ તપાસ હાથ ધરી છે.