તમિલનાડુ: રાજીવ ગાંધી હત્યા કેસના દોષી મુરુગનના પિતાનું સોમવારે શ્રીલંકાના જાફનાની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. આ અગાઉ મુરુગને તેના બીમાર પિતાને વીડિયો કોલ દ્વારા જોવાની મંજૂરી આપવા માટે દોષિતે તમિલનાડુના મુખ્યપ્રધાનને વિનંતી કરી હતી.
રાજીવ ગાંધીના હત્યારાના પિતાનું શ્રીલંકામાં અવસાન થયું - મુખ્યપ્રધાન
રાજીવ ગાંધી હત્યા કેસના દોષી મુરુગનના પિતાનું સોમવારે શ્રીલંકાના જાફનાની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. આ અગાઉ મુરુગને તેના બીમાર પિતાને વીડિયો કોલ દ્વારા જોવાની મંજૂરી આપવા માટે દોષિતે તમિલનાડુના મુખ્યપ્રધાનને વિનંતી કરી હતી.

રાજીવ ગાંધી હત્યા કેસ
રાજીવ ગાંધી હત્યા કેસના દોષી મુરુગનના પિતા વેટ્રિવલનું સોમવારે શ્રીલંકાના જાફનાની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 75 વર્ષના હતા અને કેન્સરગ્રસ્ત હતા. વેલોર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા મુરુગનને જેલ અધિકારીઓ દ્વારા તેમના પિતાના અવસાન અંગે માહિતી આપવામાં આવી હતી.
આ અગાઉ દોષિતે તેના બીમાર પિતાને જેલમાંથી વિડીયો કોલ દ્વારા જોવાની મંજૂરી આપવા માટે તમિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસ્વામીને અપીલ કરી હતી.