આસામ હજુ પૂરની તારાજીમાંથી બેઠુ થયુ નથી. વિનાશક પૂરમાં શક્ય છે કે સેંકડો પરિવારોએ તેમનું બધુ જ ગુમાવી દીધુ હશે. કેટલાક પરિવારો પાસે બે ટંકનું ભોજન મેળવવાનો અને પરિવારનું ગુજરાન ચલાવવોનો યક્ષ પ્રશ્ન ખડો થયો હશે. પરંતુ આ તમામ અવરોધો વચ્ચે માણસ તરીકેને મૂલ્યો સાચવવા જરુરી છે. આસામના નાગાંવના આ બાપ સામે એવો કયો પ્રશ્ન ઉભો થયો હશે એ ખબર નથી. પરંતુ તેણે જે કૃત્ય આચર્યુ છે એ ક્યારેય પણ સ્વીકારી શકાય એવું કે, માફ કરી શકાય એવું નથી. તમે જે વીડિયો જોઈ રહ્યા છે ચિત્ર એની કરતાં પણ વધારે બિહામણું છે. અમે તમને આખો વીડિયો બતાવી શકીએ એમ નથી. એ કિશોરીની હ્દયદ્રાવક ચીસો પણ સંભળાવી શકીએ એમ નથી. પણ વીડિયોમાં જે દેખાય છે એ હેવાનિયત હદપાર ગયેલા, બદમાશ બાપનો વિકૃત ચહેરો ઉઘાડો પાડવા માટે પૂરતું છે.
આવા કઠણ કાળજાના બાપ કરતાં તો ન હોય એ સારુ ! હ્રદયદ્રાવક વીડિયો - aasam
આસામ: બાપે તેની દિકરી ઉપર નજર બગાડી. પિતાએ તેની પૂત્રી પર દુષ્કર્મ આચર્યુ, બાપે તેની દિકરીની હત્યા કરી. સમાચારી આવી હેડલાઈન હાલના સમયમાં સામાન્ય બની ગઈ છે. પરંતુ આસામના નાગાંવનું આ ચિત્ર, ચક્કર ચઢી જાય તેવું છે. કંપારી છુટી જાય તેવું છે. જ્યાં બાપ તેની દિકરી પાસે દેહવ્યાપાર કરાવવા બાપ તરીકેની જ નહીં માણસ તરીકેની પણ તમામ હદ વટાવી જાય છે.
દરેક બાપની તમન્ના હોય છે કે એમની દિકરી, ડૉકટર બને, પાયલૉટ બને, કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં મોભાદાર જોબ કરે. દિકરી સૌથી વધારે સલામતી તેના બાપની આંગળી પકડીને અનુભવે છે. પરંતુ આસામના નાગાંવના આ વીડિયોમાં જે અમાનુષી પિતા દેખાય છે. તે તેની પૂત્રીને અંધારામાં ધકેલવા માગે છે. દેહવ્યાપાર માટે મોકલવા એ તમામ હદ તોડી નાંખે છે. એક વૃધ્ધા તેને દંડા વડે મારી અટકાવવાની કોશિશ પણ કરે છે. પરંતુ તે આ પૂત્રીને મારવાનું ચાલુ રાખે છે. આખરે સ્થાનિક રહીશો હસ્તક્ષેપ કરે છે. સગીરાને તેના સગા બાપની ચુંગાલમાંથી બચાવે છે. હાલમાં તે હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. પરંતુ કોઈ જાનવરને પણ ના મારે એ રીતે મારતો જોઈ પહેલો અને છેલ્લો વિચાર એ જ આવે કે આવો બાપ હોય એની કરતાં તો બાપ ન જ હોય એ સારુ.