ધાર: પુત્રની પૂરક પરીક્ષા અપાવવા માટે તેના પિતાએ સાઇકલ દ્વારા 105 કિ.મી.ની લાંબી યાત્રા કરી હતી અને તેના પુત્રને પૂરક પરીક્ષા અપાવી હતી. આ સમગ્ર મામલો મધ્ય પ્રદેશના ધાર જિલ્લાનો છે. જિલ્લા મુખ્યાલયથી 105 કિ.મી. દૂર ગામ બયડીપૂરાના શોભારામે તેના પુત્ર આશિષ દસમા ધોરણમાં ત્રણ વિષયો ગણિત, સમાજ વિજ્ઞાન અને અંગ્રેજીની પૂરક પરીક્ષા અપવવા માટે તેના ઘરેથી સાઇકલથી નીકળ્યા હતા અને યોગ્ય સમયે ધાર પર પહોંચ્યા હતા. પરીક્ષા કેન્દ્ર પર પહોચીને તેના પુત્રને પુરક પરીક્ષા અપાવી હતી. લોક-ડાઉનના કરાણે હજી સુધી બસો બંધ હોવાના લીધે આશીષના પિતા શોભારામે આ પગલુ ભર્યું હતું.
પુત્રને પૂરક પરીક્ષા અપાવવા માટે પિતાએ 105 કિ.મી. સાઇકલ ચલાવી - Dhar
મધ્ય પ્રદેશમાં પુત્રની પૂરક પરીક્ષા અપાવવા માટે પિતાએ 105 કિલોમીટર સાઇકલ ચલાવી હતી.
પિતા-પુત્ર ખાવા-પીવાની વસ્તુઓ તેની સાથે લઇને નીકળ્યા હતા. આ દ્રશ્ય જોનારા લોકોને પણ આશ્ચર્ય થયું હતું. જ્યારે મીડિયાએ જિલ્લા પ્રશાસનને આ સમગ્ર મામલાની જાણ કરી હતી. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલો મીડિયા દ્રારા ધ્યાન પર આવ્યો છે. જો વિદ્યાર્થી આશિષ અને તેના પિતાને શોભારામ પરીક્ષા કેન્દ્રમાં આવવાની સમસ્યાની જાણ થઈ હોત, તો અમે તેના આવવાની વ્યવસ્થા કરવા દીધી હોત. પરંતુ તેમના દ્વારા કોઈ સમસ્યા જણાવાઈ ન હતી, તેમ છતાં જો તમે આ બાબત અમારા ધ્યાનમાં લાવ્યા છો, તો અમે આશિષને ચોક્કસ મદદ કરીશું.