ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફેશન ડિઝાઇનર વન્યા કૌશિક ભારદ્વાજે 9 ગામને દત્તક લઇ જળસંચયનું કામ કર્યું - ગામને દત્તક લઇ જળસંચયનું કામ

ફેશન ડિઝાઇનર વન્યા કૌશિક ભારદ્વાજે 9 ગામને દત્તક લીધા છે અને તે ગામમાં જળસંચય, મહિલાઓની સંભાળ અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે માર્ગદર્શન આપી રહી છે તેમજ બાળકોને શિક્ષિત પણ કરી રહી છે.

ફેશન ડિઝાઇનર વન્યા કૌશિક ભારદ્વાજે 9 ગામને દત્તક લઇ જળસંચયનું કામ કર્યું
ફેશન ડિઝાઇનર વન્યા કૌશિક ભારદ્વાજે 9 ગામને દત્તક લઇ જળસંચયનું કામ કર્યું

By

Published : Jun 27, 2020, 4:24 PM IST

ગાઝિયાબાદ (ઉત્તર પ્રદેશ) : જિલ્લાના કવિ નગરમાં જન્મેલી વન્યા કૌશિક ભારદ્વાજે દિલ્હીમાં 12 સુધી અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેમણે સોનીપતમાં ફેશન ટેકનોલોજીમાં બી.ટેક કર્યું અને ઇન્ટર્નશિપ કરવા માટે જયપુર શિફ્ટ થઈ હતી અને ત્યાંથી તેણે ફેશન ડિઝાઇનિંગનું કામ શરૂ કર્યું હતું. વન્યા કૌશિક ભારદ્વાજે ઇટીવી ભારત સાથની ખાસ વાતચીત કરતા તેમણે કહ્યું કે, જ્યારે તે જયપુર શિફ્ટ થઇ ત્યારે તેણે જોયું કે, લોકોને પીવાના પાણી અને પ્રાણીઓને પાણી પીવડાવવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

ફેશન ડિઝાઇનર વન્યા કૌશિક ભારદ્વાજે 9 ગામને દત્તક લઇ જળસંચયનું કામ કર્યું

તેને ધ્યાનમાં રાખીને, તેણે નવ ગામને દત્તક લીધા અને તેના ફાઉન્ડેશન દ્વારા પાણી પર કામ શરૂ કર્યું. વન્યા કહે છે કે, જળસંચય માટે તળાવ અને કુવાઓ દ્વારા પાણીની બચત કરવામાં આવે છે અને જ્યારથી તેમણે 9 ગામને દત્તક લીધા છે, ત્યારબાદ પાણીની કોઈ સમસ્યા રહી નથી. તેણીએ વધુમાં કહ્યું કે, તેમણે અનુપમ ખેર, ભારતી સિંહ સાથે પણ કામ કર્યું છે અને અત્યાર સુધીમાં તેને 60થી વધુ હસ્તીઓ સાથે કામ કરી ચૂકી છે.

લોકડાઉનમાં વન્યાએ ગરીબ લોકોને પણ ઘણી મદદ કરી છે. તેમણે કહ્યું કે, તેમના પરિવારના સભ્યોનો ઘણો સપોર્ટ મળ્યો છે અને હવે જે લોકો દિલ્હીથી બહાર નીકળી તેમના ગામમાં ગયા છે, અમે તેમને ત્યાં રોજગારી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરીએ છીએ. જેથી તેઓ પોતાનું જીવન સારી રીતે વિતાવી શકે.

ABOUT THE AUTHOR

...view details