કલમ 370 પર મોદી સરકારના નિર્ણયની વિરુદ્ધ અમે કોર્ટમાં જઈશું: ફારૂક અબ્દુલ્લા - મોદી સરકાર
નવી દિલ્લી: કલમ 370ને નાબૂદ કરવાના નિર્ણય પર નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લા ભડક્યા હતા. તેમણે કહ્યું કે, કલમ 370 પર મોદી સરકારના નિર્ણયની વિરુદ્ધ અમે કોર્ટમાં જઈશુ. અબ્દુલ્લાએ કહ્યું કે, અમે પથ્થરબાજ કે ગ્રેનેડ ફેંકનારા નથી. તે લોકો અમારી હત્યા કરવા માગે છે. અમે શાંતિમાં વિશ્વાસ રાખી શાંતિથી અમારી લડાઈ લડીશુ.
ફારુક અબ્દુલ્લાએ કહ્યુ કે, મારો પુત્ર ઉમર અબ્દુલ્લા દુ :ખમાં છે. તેમણે અમિત શાહ પણ પ્રહાર કરતા કહ્યુ કે, મને દુખ થાય છે. કે જ્યારે અમિત શાહ ફારુક અબ્દુલ્લાની ધરપકડ કરી નથી. ગૃહપ્રધાન અમિત શાહે કહ્યુ કે, ફારૂક અબ્દુલ્લા કસ્ટડીમાં નથી. તેઓ પોતાની મરજીથી પોતાના ઘરમાં છે.ફારુક અબ્દુલ્લાએ કહ્યુ કે, હું મારી મરજીથી ઘરમાં શું કામ રહુ. જ્યારે મારું રાજ્ય સળગી રહ્યું હોય. લોકોને જેલમાં ધકેલવામાં આવ્યા છે, આ તે ભારત નથી. જેમાં હું વિશ્વાસ રાખું છું. ફારૂકે કહ્યુ કે, મને મારા ઘરમાં કેદ કરવામાં આવ્યો છે. છેલ્લા 70 વર્ષથી અમે લડાઈ લડી રહ્યા છે. અને આજે અમને દોષી ઠેરવવામાં આવ્યા છે.