ગુજરાત

gujarat

ETV Bharat / bharat

JK: ફારુક અબ્દુલાની PSA અંતર્ગત ધરપકડ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માગ્યો

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલાની સોમવારે સાર્વજનિક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. જેને લઈ સુપ્રીમ કોર્ટે ફારુક અબ્દુલાને કોર્ટમાં રજૂ કરવાની માગ કરતી અરજી પર સુનાવણી કરી છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્યને નોટિસ ફટકારી આ અંગે જવાબ માગ્યો છે.

farooq abdullah detained

By

Published : Sep 16, 2019, 4:46 PM IST

અબ્દુલા જમ્મુ કાશ્મીરમાં વિશેષ રાજ્યનો દરજ્જો રદ કર્યા બાદ કથિત રીતે નજરબંધ છે. મુખ્ય ન્યાયમૂર્તી રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ એસએ બોબડે તથા ન્યાયમૂર્તિ એસએ નજીરની ખંડપીઠે કેન્દ્ર અને રાજ્યને નોટિસ ફટકારી છે. રાજ્યસભા સાંસદ તથા એમડીએમકે નેતા વાઈકોની અરજી પર સુનાવણી કરવા માટે 30 સપ્ટેમ્બરનો દિવસ નક્કી કર્યો છે.

આ કેસમાં જ્યારે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, ત્યારે કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, શું અબ્દુલા કોઈ પણ પ્રકારના બંધીમાં છે ?

MDMK નેતા વાઈકોના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું હતું કે, અબ્દુલા કોઈ પણ પ્રકારના બંધીમાં નથી. પણ અમને તેમનું ઠામઠેકાણું ખબર નથી. વાઈકોએ જણાવ્યું હતું કે, વિતેલા ચાર દાયકાથી અબ્દુલા નજીકના મિત્ર છે. વાઈકો સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારના કાયદા વગર તેમની ધરપકડ થઈ છે. તેમને સંવિધાન અંતર્ગત મળતા અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details