ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરઃ ફારૂક અબ્દુલ્લાએ 5 ઓગસ્ટના રોજ મહત્વની બેઠક બોલાવી - કલમ 370

જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ થવાના પ્રથમ વર્ષે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ શ્રીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને એક બેઠક બોલાવી છે. જેમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં ગત એક વર્ષમાં ખીણમાં થયેલા ફેરફારો અંગે ચર્ચા કરવામાં આવશે.

ETV BHARAT
જમ્મુ-કાશ્મીરઃ ફારૂક અબ્દુલ્લાએ 5 ઓગસ્ટના રોજ મહત્વની બેઠક બોલાવી

By

Published : Aug 4, 2020, 9:59 PM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરેન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ 5 ઓગસ્ટના રોજ પોતાના નિવાસસ્થાને એક બેઠક બોલાવી છે. કલમ 370 રદ્દ કરવાના પ્રથમ વર્ષે થનારી આ બેઠકમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

કાશ્મીર ખીણમાં ભારત સરકાર સમર્થક નેતાઓએ ફારૂર અબ્દુલ્લા તરફથી મળેલા આમંત્રણની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે, આ બેઠક ગત વર્ષની 5 ઓગસ્ટ બાદ ખીણની સ્થિતિ અને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ્દ કરવા માટે રાજકીય પક્ષોની પ્રતિક્રિયા પર નિર્ણય લેવા માટે બોલાવવામાં આવી છે.

વિશેષ દરજ્જો પૂર્ણ થયા બાદ પણ આતંકવાદ ખત્મ થયો નથી

ફારૂક અબ્દુલ્લાએ ગત રવિવારે દાવો કર્યો કે, જમ્મુ-કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો પૂર્ણ થવાથી રાજ્યનો વિકાસ પણ થયો નથી અને આતંકવાદ પણ ખત્મ થયો નથી.

તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપે 1999માં ઈન્ડિયન એરલાઈન્સના વિમાન અપહરણ અને ત્યારબાદ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંસ્થાપક મૌલાના મસૂદ અજહરની મુક્તીમાંથી કાંઈ શિખ્યું નથી. કારણ કે, તેમને લાગી રહ્યું છે કે તે બુદ્ધિમાનો કરતાં પણ બુદ્ધિમાન છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે.

લોકસભા સભ્ય અબ્દુલ્લાએ એક વેબિનારને સંબોધન કરતાં જણાવ્યું કે, સરકારે જમ્મુ-કાશ્મીર પાસેથી કોઈ પ્રકારનું સૂચન લીધા વિના વિશેષ દરજ્જો રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે, આ બિલ એક દિવસમાં રાજ્યસભામાં પાસ થયું અને બીજા દિવસે લોકસભામાં.

તેમણે કહ્યું કે, સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે કાશ્મીર હવે ભારતનો ભાગ રહેશે, જ્યારે અમે તિરંગા સાથે હંમેશાથી ભારતનો ભાગ હતા.

ABOUT THE AUTHOR

...view details