ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સિસૌલી ગામમાં પાક નિષ્ફળ જવાના ડરે ખેડૂતનો આપધાત - Farmer's suicide

ઝફ્ફરનગરના સિસૌલી ગામના 46 વર્ષીય ખેડૂતે પોતાના ખેતરમાં શેરડીના પાકની સમસ્યાને કારણે આત્મહત્યા કરી લીધી હતી. ખેડૂત તેના ખેતરમાં ઉભેલા શેરડીના પાકથી ખૂબ ચિંતિત હતો. તેવુ જણવા મળ્યુ છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. સ્પષ્ટ કારણ શું છે તે જોવાનુ રહ્યુ..

a
સિસૌલી ગામમાં પાક નિષ્ફળ જવાના ડરે ખેડૂતનો આપધાત

By

Published : Jun 5, 2020, 6:27 PM IST

મુઝફ્ફરનગર: સિસૌલી ગામના 46 વર્ષીય ખેડૂત ઓમપાલ પુત્ર ફુલસિંહે ખેતરમાં શેરડીના પાકની સમસ્યાને કારણે તેના ખેતરમાં ઝાડના ડાળ સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. ખેડૂત તેના ખેતરમાં ઉભેલા શેરડીના પાકથી ખૂબ ચિંતિત હતો.

મૃતક ખેડૂત ઓમપાલસિંહ સિસૌલી ગામમાં 6 બીઘા જમીનનો ખેડૂત છે. જે તેની જમીનમાં શેરડીની ખેતી કરતો હતો, પરંતુ લોકડાઉમાં ઓમપાલસિંહનો 3 બીઘા શેરડીનો પાક મિલમાં કાપલી માટે ગયો હતો, પરંતુ ખેડૂત તે પાકના નુકશાનને લઇને ચીંતિત હતો તેમના કારણે તેમને આ આત્મહત્યા કરી હોવાનુ સામે આવ્યું છે..

આથી ખેડૂતના મોત બાદ સેંકડો નારાજ ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્સણ થયુ હતુ. અને ડેડ બોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી હતી. મૃત ખેડૂત ઓમપાલસિંહ તેના ધરમાં એક જ કમાણી કરતો ખેડૂત હતો. ખેડૂત ઓમપાલસિંહના પરિવારમાં તેના 6 બાળકો તેની પત્ની રહેતા હતા. આ ખેડૂતની આત્મહત્યાથી તેમના પરિવારની આવક પર પાટુ પડતા પરિવાર પર દુઃખનુ આભ ફાટ્યુ હતુ.

રોષે ભરાયેલા ગ્રામજનોએ મૃતદેહને રસ્તા પર મૂકીને હંગામો મચાવ્યો હતો. અને ખતૈલી ત્રિવેણી સુગર મિલ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહીની માગ કરી હતી.વહીવટી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા..

સિસૌલીમાં ખેડૂત ઓમપાલ સિંહ દ્વારા આપઘાત કરવાના કેસમાં જિલ્લા મેજિસ્ટ્રેટ મુઝફ્ફરનગર શેરડી કાપવાની વાતને નકારી કાઢતાં તેમણે જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં ખેડુતોનો મૂળ ક્વોટા 143 કુંટલ અને વધારાની 13.4 કુંટલ જાહેર કરવામાં આવી હતી, કુલ 156.4 કુંતલનો મૂળ ક્વોટા છૂટી ગયો છે, પરંતુ આમાં પણ ખેડૂત દ્વારા 149 કુંટલ શેરડીની સપ્લાય કરવામાં આવી છે, આ ઉપરાંત ખેડૂત દ્વારા 9 કુંટલ શેરડીનો જથ્થો 7 એપ્રિલના રોજ આપવામાં આવ્યો હતો..

આજથી મિલ દ્વારા નિ: શુલ્ક ખરીદી પણ શરૂ કરવામાં આવી રહી છે, બાકી રહેલી શેરડી મિલ દ્વારા ખરીદી કરવામાં આવશે આ આત્મહત્યાના કેસમાં પોલીસ તપાસમાં કેટલાક મુદ્દાઓ બહાર આવ્યાં છે, મૃતક ખેડૂત ઓમપાલ પાસે 5 બીઘા જમીન હતી, તેની માતા 5 વિઘા જમીનના નામે વિવાદિત છે, કેમ કે તેઓના 3 ભાઈઓ છે, જેમની પાસે જમીનનો વિવાદ છે પ્રારંભિક તપાસમાં જમીનનો મામલો છે. તેના વિશે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. અને કારણ સ્પષ્ટ કરામાં આવશે..

ABOUT THE AUTHOR

...view details