- ખેડૂતો અને સરકાર વચ્ચે થશે ફરી બેઠક
- સરકાર કહે છે ખેડૂતોની હિતમાં છે કાયદા
- ખેડૂત નેતા પોતાના હિસાબે સમાધાન ઇચ્છે છે
નવી દિલ્હી : નવા કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે દશમી વખત બેઠક યોજાશે. કેન્દ્રનું કહેવું છે કે બંન્ને પક્ષો બને તેટલો જલદી આ મુદ્દાનો હલ લાવવા માંગે છે, પરંતુ અલગ-અલગ વિચારધારાના લોકો હોવાથી વાર લાગી રહી છે. આજે ખેડૂત અને સરકાર વચ્ચે બપોરે 2 કલાકે બેઠક યોજાશે.
કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં
સરકારે દાવો કર્યો છે કે નવા કૃષિ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે જ્યારે પણ કોઇ સારુ કામ કરવામાં આવે ત્યારે તેમાં અડચણો તો આવતી જ હોય છે. સરકારે વધુમાં ઉમેર્યું કે આ મુદ્દે નિરાકરણ લાવવામાં એટલે વાર લાગે છે, કારણ કે ખેડૂત નેતા પોતાના હિસાબે સમાધાન ઇચ્છે છે.