- દિલ્હીની સરહદ પર ખેડૂતોનું આંદોલન યથાવત
- આજે આંદોલનનો 18મો દિવસ
- 14 ડિસેમ્બરે ભૂખ હડતાલની જાહેરાત
નવી દિલ્હીઃ કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલનનો આજે શનિવારે 18મો દિવસ છે, ત્યારે ખેડૂતોએ હરિયાણા અને પંજાબના ટોલ પ્લાઝાને મુક્ત કર્યાં હતા. આજે શનિવારે ખેડુતો ટ્રેક્ટર કૂચ કરીને દિલ્હી-જયપુર હાઇવેને જામ કરશે. આ સાથે જ ખેડૂત આગેવાનોએ કડક વલણ સાથે 14 ડિસેમ્બરે ભૂખ હડતાલ પર ઉતરવાની જાહેરાત કરી છે.
વડાપ્રધાને કૃષિ કાયદાની કરી પ્રશંસા
એક તરફ ખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ છે, જ્યારે સરકાર કૃષિ કાયદાને ક્રાંતિકારી જણાવવાની ઝુંબેશમાં લાગી છે. FICCIના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ફરી એક વખત નવા કૃષિ કાયદાઓને ખેડૂતોનું નસીબ બદલનારા જણાવ્યા છે.
વડાપ્રધાને કહ્યું કે, હવે તમામ મુશ્કેલી દૂર કરવામાં આવી રહી છે. આ સુધારા બાદ ખેડૂતોને નવા બજારો મળશે. તેમને ટેક્નોલોજીનો લાભ મળશે. આ સાથે જ દેશના કોલ્ડ સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિક બનશે.