કૃષિ પ્રૌદ્યોગિકી સ્ટાર્ટઅપ કંપની ધિ કૃષિ દ્વારા ખેડૂત નેટવર્ક એપ પર કરાયેલા એક સર્વેક્ષણમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારતના 4300થી વધુ ખેડૂતોનો સંપર્ક કરાયો છે. સર્વે મુજબ ખેડૂતોને નવી સરકાર પાસે ખૂબ વધારે અપેક્ષાઓ છે. તેઓ ઈચ્છે છે કે બજાર સંબંધી મૂળભૂત ભાગનો વિસ્તાર અને નીતિગત સુધારા પર ઘ્યાન આપવું જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકારે સત્તા હસ્તગત કર્યા બાદ નવી સરકારને અપેક્ષાઓ વિશે પૂછતાં સર્વેમાં ભાગ લેનારા 52.6 ટકા ખેડૂતોએ કહ્યું કે તેમને પોતાની ઉપજની યોગ્ય કિંમત મળવી જોઈએ.
સર્વેક્ષણ મુજબ મોદી સરાકરના ગયા કાર્યકાળમાં નીમ લેપિત યૂરિયાના પુરવઠાની લોકોએ પ્રશંસા કરી છે. સર્વેમાં 42.3 ટકા ખેડૂચોએ કહ્યું કે આ ઉપાયથી યૂરિયા સરળ અને પૂરતા પ્રમાણમાં ઉપ્લબ્ધ કરાવવાની મદદ મળી છે.
તેના કારણે યુરિયાની કાળાબજારી અને ભ્રષ્ટાચાર બંધ થયો છે.
સરકારની ખેડૂત સન્માન નિધિ યોજનાને 39.3 ટકા ખેડૂતોએ બિરદાવી છે. મોદી સરકારના પાછલા કાર્યકાળમાં આ યોજનાની શરૂઆત કરાઈ હતી. ત્યારે તેમાં બે હેક્ટર સુધીની જમીનવાળા નાના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા 3 ભાગમાં વહેચાવાની શરૂઆત કરાઈ હતી. પરંતુ, નવી સરકારે સત્તા સંભાળ્યા બાદ આ યોજનાની સીમા વધારતા તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે.