ન્યૂઝ ડેસ્કઃ લગ્નગાળામાં સારી કમાણીનું સપનું જોતા હજારો ખેડુતોને કોરોના વાઈરસના કારણે મોટુ નુકસાન થયુ છે. કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા 25 માર્ચથી 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરાયુ છે. જેના કારણે ખેડુતોએ ફુલ તોડીને મજબૂરીવશ ફેંકી દેવા પડ્યા છે. સરકારે ફુલોની ખેતી કરતા ખેડુતોની પીડા સમજી તેમને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવી જોઈએ.
લોકડાઉનના કારણે લગ્નસરાની સીઝન ફેઈલ, ફુલોને ફેંકવાનો વારો આવ્યો
અપ્રિલ મહિનો લગ્નસરાની મોસમનો મહિનો છે. હજારો ખેડુતો એ આશામાં હતા કે ફુલોનું વેચાણ કરી સારી આવક રળી શકાશે. પરંતુ અચાનક થયેલા લોકડાઉનના કારણે તેમની આશાઓ પર પાણી ફરી વળ્યુ છે. હરિયાણાના ખેડૂતોને હજારો કિલો ફુલ ફેંકી દેવા પડયા છે.
લોકડાઉનના કારણે લગ્નસરાની સીઝન ફેઈલ, ફુલોને ફેંકી દેવા પડ્યા
લોકડાઉનના કારણે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે, કોઈ પાંચ રુપિયા કિલોના ભાવે પણ ફુલ ખરીદવા તૈયાર નથી. કારણ કે, લગ્નસરાની સિઝન તો લોકડાઉનમાં નીકળી જશે પરંતુ મંદિરો બંધ છે. સામાજીક સમારોહ પર પ્રતિબંધ છે. આવા સંજોગોમાં ફુલોની ખેતી કરતા ખેડુતો પાયમાલ થઈ શકે છે.