ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કિસાન આંદોલનમાં 4 ખેડૂત નેતાઓની હત્યાનું કાવતરું, હથિયાર સાથે 1 શંકાસ્પદ શખ્સ ઝડપાયો - ખેડૂત આંદોલન

દિલ્હી-હરિયાણા સિંધુ બોર્ડર પર છેલ્લા બે મહિનાથી કૃષિ કાયદને લઈ ખેડૂતો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ખેડૂત નેતાઓને શુક્રવારે સિંધુ બોર્ડર પર એક શંકાસ્પદ ઈસમને પકડી પાડ્યો હતો. જે કઈંક ષડયંત્રના ઈરાદે આવ્યો હતો.

cx
c

By

Published : Jan 23, 2021, 8:24 AM IST

Updated : Jan 23, 2021, 8:49 AM IST

  • દિલ્હી-હરિયાણા સિંધુ બોર્ડર પર એક શંકાસ્પદ ઈસમ ઝડપાયો
  • ખેડૂતોએ આ ઈસમને મીડિયા સમક્ષ રજૂ કર્યો
  • ઈસને ખેડૂત નેતા પર ફાયરિંગ કરવાની સાજિશનો કર્યો ખુલાસો

સોનીપતઃ દિલ્હી-હરિયાણા સિંધુ બોર્ડર પર છેલ્લા બે મહિનાથી કૃષિ કાયદને લઈ ખેડૂતો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ખેડૂત નેતાઓને શુક્રવારે સિંધુ બોર્ડર પર એક શંકાસ્પદ ઈસમને પકડી પાડ્યો હતો. જે કઈંક ષડયંત્રના ઈરાદે આવ્યો હતો.

ખેડૂતો અને પોલીસ વચ્ચે હિંસા કરાવવાની યોજના

ખેડૂતોએ આ શંકાસ્પદ ઈસને પકડી મીડિયા સામે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં આ ઈસમે જણાવ્યું 26મા જાન્યુઆરીના રોજ પોલીસ અને ખેડૂત વચ્ચે હિંસા કરાવવા માટેનું કાવતરું ઘડવામાં આવ્યું છે. તેણે જણાવ્યું કે બે મને જગ્યાએથી હથિયાપર આપવામાં આવ્યા છે. એક માખન ભોગ પાસે અને એક ગલીમાં. યોજના મુજબ26 જાન્યુઆરીએ જેવા ખેડૂતો કઈંક કરવા આગળ આવવા માટે પ્રયાસ કરશે. જેને રોકવા માટે પહેલા શુટ કરીશુ, તેમ છતાં ખેડૂતો ન રોકાય તો તે લોકોના ઘુંટણ પર ગોળી મારવાનું અમને કહેવામાં આવ્યું છે. બીજી બાજુ અમારી વધુ એક ટીમ હશે જેમાં 10 યુવકો હશે તે પાછળથી શુટ કરશે, જેથી પોલીસવાળાને એમ લાગે કે દિલ્હીમાં આ ગોળીબાર ખેડૂતોએ કર્યો છે.

પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ કરવાનું કાવતરું

આ ઉપરાંત તે ઈસમે મીડિયા સમક્ષ એ પણ ખુલાસો કર્યો છે કે તે 19 જાન્યુઆરીથી સિંધુ બોર્ડર પર છે. તેણે જણાવ્યું કે તેની યોજના 26મી જાન્યુઆરીએ પ્રદર્શન દરમિયાન ખેડૂતોમાં ભળી જવાની હતી. અમને જો ખેડૂતો પરેડ સાથે નિકળે તો તેમના પર ફાયરિંગ કરવાનું કહેવામાં આવ્યું છે.

શંકાસ્પદ ઈસમે એક પોલીસ અધિકારીનું લીધુ નામ

આ શંકાસ્પદ યુવકે કથિત રીતે સોનિપત પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીનું નામ લીધુ છે. ઈસમનું કહેવું છે કે તે અધિકારી રાઈ પોલીસ સ્ટેશનના એચએચઓ પ્રદિપ સિંહ છે.આ અધિકારીઓ 26મી જાન્યુઆરીએ સ્ટેજ પર બેસનારા ચાર ખેડૂત નેતાઓને ગોળી મારવાની સાજિશ રચી છે. તેમજ અધિકારીએ તે ચાર નેતાઓના ફોટા પણ અમને આપ્યા છે.

Last Updated : Jan 23, 2021, 8:49 AM IST

ABOUT THE AUTHOR

...view details