- સિંધુ બોર્ડર પર આંદોલનમાં સામેલ ખેડૂતનું મોત
- ઠંડીને કારણે જીવ ગુમાવ્યોઃ પરિજન
- કૃષિ કાયદા વિરૂદ્ધ ભારત બંધની જાહેરાત
સોનીપતઃ દિલ્હીની સિંધુ બોર્ડર પર કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોનું પ્રદર્શન યથાવત છે. ઠંડીમાં બેઠેલા ખેડૂતો સતત સરકારના કૃષિ કાયદાને પરત લેવાની માગ કરી રહ્યા છે. આ કડીમાં સિંધુ બોર્ડર પર પ્રદર્શનમાં સામેલ એક ખેડૂતનું મોત થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મૃતક ખેડૂત પહેલી ડિસેમ્બરથી આંદોલનમાં સામેલ હતા.
સિંધુ બોર્ડર પર આંદોલનમાં સામેલ ખેડૂતનું મોત
ખેડૂતોના નેતાએ જણાવ્યું કે, કિસાન આંદોલનમાં ટીડીઆઇ સિટીની સીમે ખેડૂતનું મોત થયું છે. મૃતક અજય 32 વર્ષના હતા. જે સોનીપતના બરોદા ગામના રહેવાસી છે. જાણકારી મુજબ ખેડૂતની પાસે એક એકર જમીન હતી. આ ઉપરાંત મૃતક ખેડૂત જમીન કરાર પર લઇને ખેતીનું કામ કરીને ઘર ચલાવતા હતા.