ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબમાં ખેડૂત નેતાઓનું કૃષિ ભવન બહાર પ્રદર્શન, બિલની કોપી ફાડી - બિલની કૉપી ફાડી

કૃષિ બીલથી નારાજ ખેડૂત નેતાઓએ કૃષિ સચિવની સાથે બેઠક યોજી હતી. કૃષિ ભવન બહાર નીકળી નારાજ ખેડૂતો નેતાઓએ પ્રદર્શન શરૂ કર્યું છે. તેમજ બિલની કૉપી ફાડી નાંખી હતી.

ગુજરાતી સમાચાર
ગુજરાતી સમાચાર

By

Published : Oct 14, 2020, 4:53 PM IST

નવી દિલ્હી: જ્યારથી કૃષિ બિલ પાસ થયું છે. ત્યારથી પંજાબના ખેડૂતો બીલનો વિરોધ કરી રહ્યા છે. જેને લઈ ખેડૂત નેતાઓએ કૃષિ સચિવની સાથે બેઠક કરી હતી. આ બેઠક પૂર્ણ થઈ હતી, પરંતુ આ બેઠક સફળ રહી નથી. કૃષિ ભવન બહાર નીકળી નારાજ ખેડૂતોએ કહ્યું કે, સચિવ સાથેની વાતચીતમાં તેમને કોઈ સંતોષ મળ્યો નથી. ખેડૂતો ભવન બહાર નીકળી નારાજ ખેડૂતો નેતાઓએ વિરોઘ પ્રદર્શન શરૂ કર્યું છે.

આપને જણાવી દઈએ કે, ખેડૂતોએ આશા વ્યક્ત કરી હતી કે, કૃષિ પ્રધાન તેમની સાથે વાતચીત કરે અને કોઈ ઉકેલ શોઘી કાઢે, પરંતુ ખેડૂતો નારાજ થયા છે. કારણ કે, તેમની સાથે માત્ર અધિકારીઓએ વાતચીત કરી હતી. કોઈ પ્રઘાનની હાજર ન હતી.

કૃષિ ભવન બહાર નીકળી નારાજ ખેડૂતો નેતાઓએ પ્રદર્શન શરૂ કર્યું છે. તેમજ બિલની કૉપી ફાડી નાંખી હતી. ખેડૂત નેતાઓની પોલીસે ઘરપકડ કરી હતી. ખેડૂત નેતાઓનું કહેવું છે કે, તેઓ આ પ્રદર્શન ચાલું રાખશે.

ABOUT THE AUTHOR

...view details