ખય્યામનું પુરુ નામ મોહમ્મદ જહુર ઉર્ફ 'ખય્યામ' હાશમી હતું. તેઓએ 1953-1990 દરમિયાન લગભગ ચાર દશક સુધી મ્યઝિક કંપોઝર અને નિર્દેશક રુપે કામ કર્યું. 'કભી કભી' ફિલ્મ માટે 1977માં ખય્યામને ફિલ્મફેર અર્વોડ મળ્યો હતો. ગત 18 ફેબ્રુઆરી 2019ના ખય્યામનો 92મો જન્મદિવસ હતો. તેઓએ જન્મદિવસ ઉજવવાની મનાઈ કરી પુલવામાં આતંકી હુમલામાં શહીદોના પરિજનોને 5 લાખની સહાયતા કરી હતી.
પ્રખ્યાત સંગીતકાર મોહમ્મદ જહુર 'ખય્યામ' એ દુનિયાને કહ્યું અલવિદા - વડાપ્રધાને પણ ટ્ટિવટ કરી શોક વ્યક્ત કર્યો
મુંબઈ: પ્રખ્યાત સંગીત નિર્દેશક અને મ્યુઝિક કંપોઝર ખય્યામનું સોમવારે 92 વર્ષની વયે નિધન થયું છે. ખય્યામ ઘણા સમયથી બિમાર હતા અને મુંબઈની હૉસ્પિટલમાં 8 આગસ્ટથી દાખલ હતા. સોમવાર સાંજે તેમની તબિયત કથળી ગઈ હતી અને ડૉક્ટરો તેમની દેખરેખ રાખી રહ્યા હતા. રાતના નવ વાગ્યે ખય્યામે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દિધું. જેવા જ તેમના નિધનના સમાચાર આવ્યા બોલીવુડમાં શોકની લાગણી પ્રર્વતી છે અને વડાપ્રધાને પણ ટ્ટિવટ કરી શોક વ્યક્ત કર્યો છે.
Musician khayaam
ખય્યામે 'કભી કભી', 'ઉમરાવ જાન', 'ત્રિશુલ', 'નૂરી' અને 'બાઝાર' જેવી સફળ ફિલ્મોને સંગીતબ્રધ્ધ કર્યા હતા. પંજાબના રાહો ગામમાં જન્મેલા ખય્યામે સંગીતકાર તરીકે તેમના કેરીયરની શરૂઆત 1953માં કરી હતી. એજ વર્ષે આવેલ તેમની ફિલ્મ 'ફિર સુબહ હોગી' થી તેમને સંગીતકારની ઓળખ મળી.