ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગાંધી@150ઃ એક મંદિર એવું પણ, જ્યાં દરરોજ થાય છે ગાંધીજીની પૂજા - ગાંધી મૂર્તિ

ન્યૂઝ ડેસ્કઃ આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ અવસર પર ઇટીવી ભારત બીજી ઓક્ટોબર સુધી દરરોજ ગાંધીજીના જીવન પર આધારિત અને તેમના જીવનના અલગ-અલગ પાસાઓ પર ચર્ચા કરીએ છીએ. અમે દરરોજ એક વિશેષજ્ઞની સલાહ લઇને તે વાત આપના સુધી પહોંચાડીએ છીએ. તો આજે આપણે એવા જ એક મંદિર વિશે વાત કરવાના છીએ જ્યાં રોજ ગાંધીજીની પૂજા કરવામાં આવે છે.

એક મંદિર એવું પણ જ્યાં દરરોજ ગાંધીજીની થાય છે પૂજા

By

Published : Aug 27, 2019, 1:32 PM IST

કદાચ તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ આ સત્ય છે. ઓડિશાના સંબલપુર જિલ્લામાં એક મંદિર આવેલું છે. અહીં કોઇ દેવી-દેવતાઓની મૂર્તિ નથી, પરંતુ દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. લોકો અહીં દરરોજ આવે છે અને તેમની પૂજા-અર્ચના કરે છે. ગાંધી મૂર્તિની પૂજા તમામ વિધિ-વિધાનથી કરવામાં આવે છે. અહીં ઘંટ વગાડવામાં આવે છે. પંડિતો આવે છે, જે મંત્રોચ્ચાર કરે છે અને લોકો ભજન પણ ગાય છે.

એક મંદિર એવું પણ જ્યાં દરરોજ ગાંધીજીની થાય છે પૂજા

આ મંદિરની સ્થાપના અભિમન્યુ કુમારે કરી હતી. તેઓ ઓડિશાના રૈરાખોલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે 1972માં આ મંદિરનું બાંધકામ શરૂ કર્યું હતું. જે 1974માં સમાપ્ત થયું હતું. ઓડિશાના તત્કાલિન CM નંદિની સત્પતિએ આ મંદિરનું ઉદ્ધાટન કર્યું હતું.

પરંતુ મંદિરમાં આવનારા લોકો ભક્ત હોતા નથી. તેઓ તો સામાન્ય ગ્રામિણ લોકો છે. આ મંદિરમાં બધા જ ધર્મોના લોકો આવે છે. આ મંદિરના પૂજારી પણ ગૈર બ્રાહ્મણ છે તો મંદિરના દ્વાર પર મોટો અશોક સ્તંભ પણ છે. તમે જોઇ શકો છો કે, મંદિરમાં અલગ-અલગ ધર્મોના પ્રતિક ચિન્હો છે. આઝાદીના આંદોલનમાં કુરબાની આપારા વીર સપૂતોના ફોટો પણ લગાવવામાં આવ્યા છે. આ એક માત્ર મંદિર છે, જે ધર્મનિરપેક્ષતા અને ભાઇચારાનો સંદેશો આપે છે.

ABOUT THE AUTHOR

...view details