આગ્રા : દુનિયામાં કોરોના વાઇરસે કહેર મચાવી છે, ત્યારે દેશમાં પણ કોરોના વાઇરસના અનેક કેસ સામે આવ્યા છે. તેવામાં શનીવારના રોજ દિલ્હીમાં કોરોના વાઇરસના પગલે ખુશીના સમાચાર સામે આવ્યા છે. તાજનગરીમાં ઇટલીથી મુલાકાતે આવેલા 5 સભ્યોની કોરોના વાઇરસ અંગેની તપાસ હાથ ધરતા તમામ લોકોના કેસ પોઝીટીવ સામે આવ્યા હતા. જેના પગલે પરીવારના 6 સભ્યો દિલ્હી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં. જેમાંથી 4 સભ્યોની રીકવરી થઇ છે. જેના પગલે પરીવારજનોમાં ખુશી છવાઇ છે. આ તકે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
આગ્રાના પરીવારે કોરોના વાઇરસને આપી માત, મહારાષ્ટ્રમાં વધુ 5 કેસ પોઝીટીવ - agra latest news
દેશમાં કોરોના વાઇરસે દહેશત ફેલાવી છે, ત્યારે દિલ્હીમાં એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. આગ્રાનો એક પરીવાર કોરોના વાઇરસ સામે લડાઇ લડી અને પરત ફર્યો છે. જેના પગલે પરીવારજનો અને આગ્રાના લોકોમાં ખુશી છવાઇ છે. આ ઉપરાંત કોરોના વાઇરસના ક્હેર વચ્ચે ગતરોજ મહારાષ્ટ્રમાં વધુ 5 કેસ પોઝીટીવ આવ્યા હતા.
આ તકે ગતરોજ મહારાષ્ટ્રમાં વધુ 5 કેસ પોઝીટીવ સામે આવ્યા હતાં. જેના પગલે હાલમાં મહારાષ્ટ્રમાં કોરાના વાઇરસનો આંકડો પોઝીટીવ કેસમાં 30ને પાર પહોંચ્યો છે. દેશમાં કોરોના વાઇરસનો કહેર ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો તેમ દિન પ્રતિદિન આ આંકડો ધટવાનું નામ નથી લઇ રહ્યો અને વધતો જ જઇ રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે ચીનમાં પોઝીટીવ કેસનો આંકડો 80,000ને પાર પહોંચ્યો છે અને મૃતકોની સંખ્યા 3000ને પાર પહોંચી છે. આ તકે દેશમાં આ આંકડાની જો વાત કરવામાં આવે તો 1,25 હજાર લોકોના કેસ પોઝીટીવ સામે આવ્યા છે. જ્યારે મોતનો આંકડો 4500 ને પાર પહોંચ્યો છે.