નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસાની આગ તો શાંત થઇ ચુકી છે, પણ હાલ અસામાજિક તત્વો દ્વારા દિલ્હીના અલગ-અલગ વિસ્તામાં અફવા ફેલાવામાં આવી રહી છે. જો કે, હાલ સ્થિતિ સામાન્ય છે.
દિલ્હીમાં હિંસાની અફવા, પોલીસે કહ્યું- સ્થિતિ સામાન્ય છે, લોકો અફવાથી દૂર રહે - મોટા ભાગના વિસ્તારોમાં હિંસા
દિલ્હીના અમુક વિસ્તારમાં હિંસાની અફવા ફેલાયા બાદ દિલ્હી પોલીસે PROને પણ બયાન રજૂ કરવું પડ્યું હતું, તેમને લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.
મહત્વનું છે કે, અફવા ફેલાયાના થોડા સમય બાદ દિલ્હી પોલીસનું બયાન સામે આવ્યું કે, ગોળીબારીની વાત અફવા છે અને આ પ્રકારની કોઇ પણ ઘટના થઇ નથી. દિલ્હી મેટ્રોના ઘણા સ્ટેશનોની એટ્રી અને એક્ઝિટ લગભગ એક કલાક માટે બંધ કરવામાં આવ્યું હતું. DMRCની અને મેટ્રો સ્ટેશન બંધ કરવાને લઇને ટ્વીટ કરવામાં આવ્યું હતું અને થોડા સમય બાદ ફરી ટ્વીટ કરી DMRCએ દરેક સ્ટેશન ખોલવાની જાહેરાત કરી હતી.
વેસ્ટ દિલ્હીના પોલીસ કમિશ્નરએ ટ્વીટ કર્યું કે, ખ્યાલા અને રઘુવીર નગર વિસ્તારોને લઇને જે અફવા ફેલાવામાં આવી રહી છે, આ સાથે દિલ્હી પોલીસએ આ અફવાનું ખંડન કરેે છે.