મહારાષ્ટ્ર : મુંબઈ પોલીસ TRP રેકેટની તપાસ કરી રહી છે. જેમાં મુંબઈ પોલીસે CEO સહિત અન્ય અધિકારીઓના નિવેદનો લીધા છે. આ સિવાય મુંબઈ પોલીસને કેટલાક દસ્તાવેજો પણ સોંપવામાં આવ્યા છે. મુંબઇ પોલીસની તપાસ દરમિયાન અન્ય લોકોના પણ નામ સામે આવ્યા છે.
મુંબઈ પોલીસની SIT ટીમે આ મામલે તપાસ દરમિયાન BARCની ઓફિસની મુલાકાત પણ લીધી હતી. પોલીસ ટીમે તપાસ કરી હતી કે, TRPની ગણતરી કેવી રીતે કરવામાં આવી રહી છે.
ખાનગી ચેનલના પત્રકાર વિરુદ્ધ મુંબઈ પોલીસ દ્વારા ક્રિમિનલ પ્રોસિજર એક્ટની કલમ 111 હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે. વિશેષ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સુધીર જાંબવાડેકરે આ નોટિસ પાઠવી છે.
આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, ખાનગી ચેનલ દ્વારા જુદા-જુદા જૂથોમાં વંશીય તણાવ, ધાર્મિક તિરસ્કાર અને દુશ્મનાવટ ઉભી કરી રહી છે તેવા નિવેદનો આપી રહી છે. આ નોટિસ દ્વારા ખાનગી ચેનલના પત્રકારને જણાવવામાં આવ્યું છે કે, આનાથી જાહેર શાંતિ અને વ્યવસ્થા જોખમાશે. જેના સામે નિવારક કાર્યવાહી ન કરવા બદલ અર્નવ ગોસ્વામી વિરુદ્ધ શો કોઝ નોટિસ પણ આપવામાં આવી છે. આ નોટિસનો જવાબ તેને 16 ઓક્ટોબર સુધીમાં આપવો પડશે.
આ દરમિયાન ખાનગી ચેનલના હેડ તરીકે કાર્યરત દ્વારા મુંબઈ પોલીસને કેટલાક દસ્તાવેજો પણ સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત ન્યૂઝ ચેનલના CEOની મુંબઈ પોલીસે 12 કલાક સુધી પૂછપરછ કરી છે. મિર્ઝાપુર ખાતેથી ધરપકડ કરાયેલા એક આરોપીને 15 ઓક્ટોબર સુધી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર રાખવામાં આવ્યા હતા.